Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર કાપોદ્રા ગામમાં ઝાડીમાં સંતાડેલ વિદેશી દારૂ ઝડપાયો.

Share

અંકલેશ્વર પંથકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો વેપલો ઘણો વધવા પામ્યો છે. અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાંથી રોજબરોજનો લાખોની મત્તાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે. પોલીસ તંત્રએ તાત્કાલિક ધોરણે ચાલી રહેલા દારૂના વેપલાઓ અંગે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ. લોકો પોતાના આર્થિક ફાયદા માટે મોટા મોટા દારૂ વેચાણ કરતાંઓ એટલે કે નામચીન બુટલેગરો પાસેથી દારૂ ખરીદે છે અને પોતાના ઘરોમાં રાખે છે અને છૂટક વેચાણ કરે છે જે ગેરકાનૂની છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ અજાણ્યા આરોપીએ કાપોદ્રા ગામથી બાકરોલ રોડ ઉપર રોડની ડાબી બાજુ કાપોદ્રા ગામના ગૌચરણમા બાવળોની ઝાડીમાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બ્રાન્ડની કુલ વ્હીસ્કીની બોટલ નંગ-૫૨૩ કિ.રૂ.પર,૩૦૦/- તથા બિયરના ટીન નંગ-૧૯૨ કિ.રૂ.૧૯,૨૦૦ મળી કુલ કિ.રૂ.૭૧,૫૦૦/- નો મુદ્દામાલ વેચાણ કરવા માટે લાવ્યો હતો. જે દરમિયાન બુટલેગર હાજર ન હતો, મુદ્દામાલ જપ્ત કરી અને બુટલેગર કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ પંથકમાં સૌથી વધુ હોટેસ્ટ ડે…ઠેર-ઠેર ચક્કર આવવાના બનાવો બન્યા.હજી પણ તાપમાન વધે તેવી સંભાવના…

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આતંક મચાવતા કપી રાજને પકડ્યો

ProudOfGujarat

નેત્રંગમાં બિરસા મુંડા સર્કલ પાસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારા વિરૂદ્ધ કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!