Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી : વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Share

હવામાન વિભાગની આગાહી મુજબ અંકલેશ્વર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું.

અંકલેશ્વર શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને અંકલેશ્વરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ વરસવાની આગાહી છે. તો બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.

વરસાદના કારણે સવારે નોકરી ધંધે જતા તેમજ સ્કુલે જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પડી હતી. અહી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. શહેરી વિસ્તારમાં માર્ગો ઉપર પાણી ફરી વળતાં એક તબક્કે લોકો ચિંતામાં મૂકાયા હતા.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

અરવલ્લીમાં ને.હા.નં. 8 પર ટ્રકને નડ્યો અકસ્માત, મોડાસા નગર પાલિકાનું અઢી કલાક દીલધડક રેસ્ક્યું

ProudOfGujarat

રાજપીપલા : અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ : મનસુખભાઇ વસાવાની લડાઈની આખરે જીત.

ProudOfGujarat

આજે વિશ્વ હૃદય દિવસઃ દર્દીઓમાં હૃદયરોગનું સૌથી મોટું કારણ તમાકુનું વ્યસન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!