Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ ખાતે NCT ની પાઈપલાઈનમાં ભંગાણ થવાથી પર્યાવરણ અને ખેતીની જમીનોને થયેલ નુકસાન બાબતે સામાજિક સંસ્થા દ્વારા કલેકટરને આવેદન અપાયું.

Share

ઝગડિયા જીઆઇડીસી ના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ઝગડિયાથી પાઈપલાઈન દ્વારા દરિયામાં છોડવામાં આવે છે. આ પાઈપલાઈન હાંસોટ ખાતેના ખેતરોમાંથી પસાર થાય છે. તારીખ ૨૪/૦૯/૨૧ ના રોજ ખેડૂતોને તેમના ખેતરોમાં પ્રદુષિત પાણી વહી રહ્યા હોવાની જાણ થતા તેમના દ્વારા NCT ના સત્તાધીશોને આ બાબતની મૌખિક/લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ NCT ના સત્તાધીશો અને ખેડૂતોની અનેક મુલાકાતો થઈ પરંતુ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી. પાઇપલાઇનનું રીપેર કામ પણ થયું નથી અને આજે પણ ખેતરોમાં પ્રદુષિત પાણી ભરાયેલ છે. ખેતીની જમીન અને ભૂગર્ભ-જળના થતા આ પ્રદુષણને અટકાવવા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કલેકટર સાહેબ ભરૂચ અને નાયબ કલેકટર સાહેબ અંકલેશ્વરને રૂબરૂમાં આવેદન આપવામાં આવ્યું છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ NCT ના સત્તાધીશો દ્વારા ૨૦ દિવસ બાદ પણ રીપેર કામ ના કરાવવાના કારણે પાક અને જમીનની ફળદ્રુપતાને મોટું નુકસાન થવાની સાથે આ પ્રદુષિત પાણીના કારણે ભૂગર્ભ-જળ પણ પ્રદુષિત થશે. આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા આજે અમોએ કલેકટર સાહેબ ભરૂચ અને નાયબ કલેકટર સાહેબ,અંકલેશ્વરને રૂબરૂ મળી આવેદન આપ્યું છે. તેમજ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી અને જીપીસીબી ના મેમ્બર સેક્રેટરીને પણ આ ફરિયાદ ઇ-મેલ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત જાહેર જનતા જાણવા જોગ સંદેશ.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી એસએસ ના પાઇપ ચોરનાર બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

વાલિયા પોલીસે ગુંદિયા ગામમાંથી અખાદ્ય ગોળ અને દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતા સામગ્રી સહીત રૂપિયા 5 લાખ 63,200નો મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસયરની કાર્યવાહી હાથ ધરી છે 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!