Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લિમ્બચીયા સમાજ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકો માટે હવન કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ વિશ્વકર્મા સમાજ વાડીમાં લિમ્બચીયા સમાજ દ્વારા કોરોના કાળમાં જે મુત્યુ પામ્યા તેમને સાચી શ્રદ્ધાંજલિ મળે એ નિમિતે લિંબચ માતાનું હવન કરવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને વોર્ડ નંબર 2 ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા હતા ત્યારે તેઓને શ્રધ્ધાંજલિ મળે તે માટે લિમ્બચીયા સમાજ દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેઓના કુળદેવી લીંબચ માતાનું નવરાત્રીની આઠમ હોય અને આજનો દિવસ શુભ ગણીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને સમાજના લોકોમાં ઉત્સાહ વધાર્યો હતો અને સરાહનીય કામગીરીમાં સાથ આપ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ૪૪ સેન્ટરો ઉપર વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરાયું

ProudOfGujarat

પંચમહાલ  જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને  આવેદનપત્ર અપાયું. 

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગામે સરકારી વિનયન કોલેજ ખાતે વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!