Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પાનોલી GIDC હાઈકલ કંપનીમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

Share

અંકલેશ્વર અને ભરૂચમાં દિવસેને દિવસે આપધાતના કિસ્સાઓ ઘણા વધી રહ્યા છે. કોઈક અંગત કારણોસર ક્યાં તો જીવનથી નાસીપાસ થઇ અને લોકો મોતને વ્હાલુ કરે છે. ત્યારે અંકલેશ્વરના ઉમરવાડાના એક યુવકે પોતાના જ પરિવારથી કંટાળી જઈ અને કંપનીમાં પહોચ્યા બાદ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો.

બનાવ અંગે મળતી વિગતવાર માહિતી અનુસાર, યુવક નીતેશભાઈ ચંદુભાઈ વસાવા રહે, ઉમરવાડા નૂરનગર તા. અંકલેશ્વર નાઓનો પોતાની પત્ની સાથે અણબનાવ રહેતો હતો રોજ જ કોઈ અંગત કારણોસર ઝધડા થતા હતા જેથી કંટાળીને વનીતાબેન છેલ્લા ત્રણ વર્ષથી તેઓના બાળકોને લઈને તેઓના પિયરમાં જતા રહ્યા હતા જેથી નિતેશભાઈ ટેન્શનમાં જ રહેતા હતા જે વાત મનમાં ઠસી જતા આખરે તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને પાનોલી GIDC હાઈકલ કંપનીમાં કામ અર્થે આવી અને ગળેફાંસો ખાધો હતો અને જીવન ટુકાવ્યું હતું જે વાતની જાણ પોલીસને થતા જી.આઈ.ડી.સી. પોલીસનો કાફલો કંપની પર આવી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

વડોદરાના લહેરીપુરામાં ત્રણ માળની દુકાનમાં ભીષણ આગ

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં લિકેજ થતા અફરાતફરીનો માહોલ…

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા પાસે કિંજલ કેમિકલ્સ સામે પ્રદૂષિત પાણી છોડ્યાનો આક્ષેપ, ખેડૂતોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!