Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં કાંસ અને નગરપાલિકા શોપિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ઇશ્વરભાઇ પટેલના હસ્તક રૂપિયા ૨ કરોડ ૩૭ લાખના ખર્ચે દીવા રોડ કાંસનું કામ તથા ૨ કરોડ ૧૭ લાખના ખર્ચે ત્રણ રસ્તા નગરપાલિકા શોપિંગનાં કામનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ચોમાસુ પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે રાજ્યમા થયેલ રસ્તાની દયનિય હાલતને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર પંથકમાં રહીશો દ્વારા અનેક રજૂઆત બાદ તંત્ર દ્વારા આખરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દીવા રોડ કાંસનું કામ તેમજ ત્રણ રસ્તા નગરપાલિકા શોપિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા વિપક્ષીને જાણવામાં આવ્યું હતું કે 2004 પહેલા શહેરી વિકાસના કોઈ કામ કરવામાં આવ્યા નથી તેનું સતાધારી પક્ષઓએ નોંધ લઈને પૂર ઝડપે કરોડોના ખર્ચે વિકસાવી રહ્યા છે.

ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા અને ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાય, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલ તેમજ પાલિકાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડુબલીકેટ ટિકિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કર્મચારીએ પકડી હતી.

ProudOfGujarat

આમોદ નગરપાલિકા દવારા માં હાલ પ્લાસ્ટિક મુક્ત આમોદ બને તેવી જુંબેશ ચાલુ કરાઇ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રતનપુર પહાડ પર હઝરત બાવાગોરની દરગાહે 18 સપ્ટેમ્બરે ચસ્મો વધાવવામાં આવશે, આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!