Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ના રોડ ખરાબ થતાં મહિલાઓ દ્વારા નવા બનાવવાની માંગ કરાઇ.

Share

અંકલેશ્વર પંથકમાં રસ્તાને કામગીરી લઈને તથા ડ્રેનેજનું ભંગાણએ ઘણી મોટી સમસ્યા બની ચુકી છે ત્યારે પંથકના દરેક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ન ધરાતા આખરે તેઓએ રજુઆત કરવા પહોંચવું પડે છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગાયત્રી સોસાયટીના રહીશો દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. નોટિફાઈડ ઓફિસરને અનેક રજૂઆતો કરી છે છતાં કોઈ કામગીરી થતી નથી. તેઓની સોસાયટી 20 વર્ષ જૂની છે જેમાં આજસુધી રસ્તાઓ બનાવામાં આવ્યા નથી અને રસ્તાઓ નીચાણવાળા વિસ્તારમાં જતા રહ્યા હોવાથી અને તેમાં વરસાદને પગલે મસમોટા ખાડા પડી ગયા હોવાથી તેમાં પાણી ભરાઈ રહે છે જેને પગલે મચ્છરનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. ત્રણ વર્ષોથી આ રોડ નવો બનાવવાની માંગણી હોવા છતાં તેઓ ડામર પાથરીને જતાં રહે છે. અગાઉ પણ માર્ચ મહિનામાં આ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી હાથ ન ધરી હતી. આવનારા દિવસોમાં રોડ નવો બનાવવામાં નહીં આવે તો મહિલાઓએ સદંતર રોડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ગોપાલ નગર પાસે ભરાતા શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની ચોરી કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતા દોડ ધામ મચી ગઈ.

ProudOfGujarat

નડિયાદની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!