Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં મિશન કમ્પાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલમાં ઓછા ઉત્પાદનને પગલે 20 થી 30 ટકાનો ભાવ વધારો.

Share

અંકલેશ્વર શહેરમાં આવેલ મિશન કમ્પાઉન્ડ ખાતે દર વર્ષે દિવાળી તહેવારને અનુલક્ષીને વિવિધ ફટાકડાના સ્ટોલ લગાવવામાં આવે છે. આ વર્ષે પણ વેપારીઓએ સ્ટોલ ઊભા કર્યા છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી તેમજ લોક ડાઉનને પગલે ફટાકડાનું ઉત્પાદન ઓછું થતાં 20 થી 30 ટકાનો ભાવ વધારો થયો છે જેને પગલે ફટાકડા બજારમાં ગ્રાહકો ધીમે ધીમે આવી રહ્યા હોવા સાથે દિવાળી સુધીમાં ગ્રાહકો આવે તેવી આશા સેવીને વેપારીઓ બેઠા છે. મોંઘવારી સાથે કંપનીઓમાં નોકરી કરતાં કામદારોને બોનસ સાથે પગાર વહેલો કરવામાં આવે તો જ ખરીદી પણ શક્ય છે. ફટાકડામાં ભાવ વધારો
થવાથી ગ્રાહકોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકાની કચેરીની આસપાસ ગંદકીને જાણે શોભા વધારી રહી છે.!!

ProudOfGujarat

દત્ત જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!