Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.

Share

આગામી તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે અંકલેશ્વર ખાતે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 14 નવેમ્બર વિશ્વ મધુપ્રમેહ દિવસ અર્થાત વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવાય છે ત્યારે અંકલેશ્વર ખાતે ઇન્ફીનિટી હેલ્થ સોલ્યુશન તેમજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ભગીની સંસ્થા ઈનરવ્હીલ ક્લબ દ્વારા એક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન જીઆઇડીસી વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડાયેટ ચેકઅપ પણ કરવામાં આવશે.

આ અંગે ઈનરવ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ સંધ્યા મિશ્રાએ મોટી સંખ્યામાં લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સવારે ૮ થી ૧૧ કલાક દરમિયાન આ ચેકઅપ કેમ્પ સરદાર પાર્ક ખાતે યોજાનાર છે ત્યારે સ્વાસ્થ્ય માટે જાગૃત નાગરિકો આ કેમ્પનો મહત્તમ લાભ લે એ ઇચ્છનીય છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા વિસ્તારના ૨૧ લાખના વિદેશી દારૂની હેરાફેરીના કેસનાં મુખ્ય આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

ProudOfGujarat

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંત સરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

ProudOfGujarat

15 જુલાઈથી ગુજરાતના ધોરણ 10 – 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!