Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં ૧૨ મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ નું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલનાં હસ્તે કરાયું.

Share

વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. વડાપ્રધાન એ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતના વ્યવસાય-વેપારને નવી દિશા મળી છે તેમ સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ, ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ૧૨ માં એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨નું ઉદધાટન કરતાં જણાવ્યું હતું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા સહયોગી સંસ્થાના સહયોગથી આયોજિત ૧૨ મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ ના ઉદધાટન કાર્યક્રમ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્યશ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ, ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલે ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશનનું રિબીન કાપીને ખુલ્લું મૂકયા બાદ એકસ્પો પ્રદર્શનને રસપૂર્વક નિહાળયું હતું. તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્યશ્રી ઇશ્વરસિંહ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા. આ તબક્કે માઈક્રો, સ્મોલ, મીડીયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને એઆઈએ આનંદપુરા ટ્રોફી મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ તથા નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. આ વેળાએ એઆઈએ ઈન્ડસ્ટ્રીઝ ડીરેક્ટરી-૨૦૨૨ નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડી.એ.આનંદપુરા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મંત્રી જગદીશભાઈ પંચાલે અંકલેશ્વર ખાતે એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ના સુંદર આયોજનને બિરદાવી સાથ આપનાર તમામ સંસ્થાઓ-ઉધોગોને અભિનંદનના અધિકારી હોવાનું કહ્યું હતું. મંત્રીએ ઉમેર્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી નવી ટેકનોલોજી નિર્માણ થવાને કારણે ઉધોગોનો ગ્રોથ વધ્યો છે, હરિફાઇના જમાનામાં ટકવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ ઉધોગોના વિકાસમાં મહત્તમ પુરવાર સાબિત થાય છે. દેશનો વિકાસ કરવો હોય તો ઉધોગ ક્ષેત્રેનો વિકાસ કરવો પણ જરૂરી બને છે ઉધોગોના વિકાસના માધ્યમથી જ તમે સારો વિકાસ સાધી શકશો.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ ના આયોજનને બિરદાવતા આજથી બે દિવસીય એકઝીબીશનમાં નવી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લો ઔધોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહયો હોવાનું જણાવી આવનારા પાંચ વર્ષમાં ભરૂચ પંથકમાં પુરા થનારા પ્રોજેક્ટોની વિસ્તૃત માહિતી પણ તેમણે રજૂ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, ચેરમેન અતુલભાઈ બુચ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના હોદેદારો, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના હોદ્દેદારો, એકસ્પો-૨૦૨૨ના હોદેદારો, નોટીફાઇડ તેમજ જીઆઇડીસીના અધિકારીગણ, ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહયા હતા.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ, જીઆઇડીસી ખાતે યોજાયેલ મેગા પ્રદર્શનની અંદર નાના મોટા થઇને ૨૫૦ થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટીસાઇડસ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ ઇકવીપમેન્ટસ, પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટસ, ઇલેકટ્રીકલ્સ એન્ડ ઇલેકટ્રોનીકસ, જેવા ઉધોગોમાં ઉપયોગી મશીનરીને લગતાં એકઝીબીટરોએ ભાગ લીધેલ છે. આ ઉપરાંત બે દિવસીય સેમીનારમાં અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા ઈન્ટીગ્રેટીંગ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ પરસ્પેક્ટીવ ઈન પેન્ડેમીક સીચ્યુએશન વિષય પર એસોસિએશન અને ડીરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના સહયોગથી સેમિનારનું આયોજન કરેલ જેમાં વિવિધ વિષયો પર નામાંકિત વક્તાઓ દ્વારા વકતવ્યનું આયોજન પણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના પરનાળા ગામે મારામારીમાં 3 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ : ચાંચવેલ ગામ ખાતે સામાજીક પ્રસંગના જમણવારમાં ૧૫૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

પાલેજની એમકોર કંપનીના ૭૦ કર્મચારીઓ પગાર બાબતે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!