Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા.નં.48 પર બાયોડીઝલના નામે જવલનશીલ પ્રવાહીનુ વેચાણ કરતો એક આરોપી ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસરમાં ને.હા.નં.48 ઉપર એક ખાનગી હોટલના કમ્પાઉન્ડમાં બાયો ડિઝલનાં નામે જવલનશીલ પ્રવાહીનું વેચાણ કરતાં એક ઇસમને ભરૂચ એલ.સી.બી. ની ટીમે ઝડપી પાડયો છે.

આ બનાવની ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર ગતરાત્રિના એલ.સી.બી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર ને.હા.નં -૪૮ ઉપર સુરતથી અંક્લેશ્વર તરફના રોડની બાજુમા કાપોદ્રા ગામની સીમમા આવેલ દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં એક ઇસમ ગે.કા.રીતે બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહી વાહનોમાં ભરી આપી વેચાણ કરે છે જે બાતમી હકીકત આધારે એલ.સી.બી ટીમ દ્વારા ઉપરોકત જગ્યાએ અંકલેશ્વર મામલતદાર તથા એફ.એસ.એલ અધિકારીને સાથે રાખી તપાસ હાથ ધરી હતી.

જેમાં હોટલના કંમ્પાઉન્ડમા બનાવેલ પતરાના શેડમા તથા પાર્ક કરી મુકેલ આઇસર ટેમ્પામા સંગ્રહ કરવામા આવેલ કુલ -1600 લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો તથા વાહનોમા ઇંધણ તરીકે ભરી આપવા મુકેલ ફ્યુલ પંપ મળી આવતા મામલતદાર તથા એફ.એસ.એલ અધિકારી દ્વારા ચકાસણી કરી મળી આવેલ પ્રવાહીનો જથ્થો જવલનશીલ હોવાનો તેમજ સંગ્રહ કરવા કોઇ મંજુરી ધરાવતા ન હોવાનું જણાવતા મળી આવેલ શંકાસ્પદ પ્રવાહી માંથી જરૂરી નમુનાઓ લઇ મળી આવેલ કુલ – રૂપિયા 96,000 નું 1600 લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો સીઝ કરેલ છે તેમજ મળી આવેલ જવલનશીલ પ્રવાહી કોઇ પણ જાતના ફાયર સેફટી અંગેના સાધનો સિવાય ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ હોવાનુ જણાતા સ્થળ ઉપર હાજર મહેશભાઇ ઉર્ફે ગુગો રાજાભાઇ મેવાડા ભરવાડ રહેવાસી ડાહ્યાપાર્ક સોસાયટી, વરાછા સુરત મુળ રહે- સીમરણ તા – સાવરકુંડલા જિલ્લો અમરેલીની 1600 લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી, ડીઝીટલ ડીસ્પેનશર મશીન, આઇસર ટેમ્પા, બે પ્લાસ્ટીકની ટેન્ક મળી કુલ. રૂ. 5,36000 /- ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આ પ્રવાહી પૂરું પાડનાર એક અન્ય આરોપી અમનભાઇ રહેવાસી – સરથાણા સુરતને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ પાસેના ખોબલા જેવા નાનકડા નાજુક રમણીય ગામે ત્રણ ત્રણ યુવાનોએ પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની પીંગોટ ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવાની ડે.સરપંચ અને ચાર સભ્યોની માંગ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરના જુના સક્કરપોર ગામે તાડ ફળિયામાંથી એક્ષ.યુ.વી. ગાડીમાં ભરેલ વિદેશી દારૂના જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!