Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે “શહીદ દિવસ” ની ઉત્સાહભેર કરાઇ ઉજવણી.

Share

અત્રેની ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ” શહીદ દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્ઞાનધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ શહીદોને સમર્પિત સૂત્રોચ્ચાર દ્વારા રેલી વડે કરવામાં આવ્યો હતો. રેલી કોલેજથી નીકળીને ત્રણ રસ્તા સુધી કરવામાં આવી હતી. શહીદોને સમર્પિત કાર્યક્રમની પ્રસ્તાવના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.જયશ્રી ચૌધરીએ બાંધી હતી. પ્રાર્થના સોહેલ દિવાન અને સઈદ શાહે કરી હતી. પ્રાસંગિક ઉદ્બોધન કાર્યકારી આચાર્ય ડૉ. કે. એસ. ચાવડાએ કર્યું હતું. તેમણે શહીદ દિન નિમિત્તે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા નવલોહિયા યુવાનો તથા અનેક શહીદોની શહાદતને યાદ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ઉદ્દબોધન કરતા સિનિયર અધ્યાપક અને જ્ઞાનધારાના કન્વીનર ડૉ જી.કે. નંદાએ જણાવ્યું હતું, આઝાદી સરળતાથી મળી નથી અનેક યુવાનોએ દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું.‌ ભૂતપૂર્વ આચાર્ય ડો.હેમંત દેસાઈએ પ્રસંગને અનુરૂપ ” જરા યાદ કરો કુરબાની ” ગીત લલકાર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓ પણ તેમની સાથે જોડાયા હતા. તેમણે કાવ્ય પઠન કરવાની પદ્ધતિનું નિદર્શન કર્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સ્પર્ધાને અનુરૂપ સ્વરચિત કાવ્યોનું પઠન કર્યું હતું દેશભક્તિ ગીતોનું ગાન કર્યું હતું. આભાર વિધિ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તથા સપ્તધારા કો-ર્ડીનેટર રાજેશ પંડ્યાએ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સોહેલ દિવાન અને સઈદ શાહે કર્યું હતું. કાર્યક્રમમાં જ્યોતિ પટેલ, શાહીદ શેખ, સોહેલ દિવાન અને સઈદ શાહ વગેરે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશાલ પટેલ, રાહુલ વસાવા, અંકિત પરમાર, નેન્સી આચાર્ય, દક્ષા વસાવા, સેવક પઢીયાર, આઝાદ વસાવા, રાહુલ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મહેમદાવાદ તાલુકાના રતનપુરા ગામ ખાતે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જકાતનાકા વિસ્તારમાંથી મોટરસાયકલની ઉઠાંતરી, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

દાહોદ : મોટી ખરજ અને બ્રહ્મખેડા ગામ ખાતે બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!