Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગથી અફરાતફરી સર્જાઈ, સદનસીબે કોઈ જાનહાની નહિ.!

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ ને અડીને આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનો અવારનવાર આગ લાગવાની ઘટનાઓના કારણે ચર્ચામાં આવતા હોય છે, ત્યારે વધુ એક ઘટના આજે સવારે બનતા એક સમયે લોકોમાં ભારે નાસભાગ મચી હતી.

અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતે આજે સવારના સમયે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ મચી હતી અને ગોડાઉનમાં રહેલા મહત્વના માલસામાનને સ્થળ પરથી હટાવવાની કવાયત હાથ ધરાઈ હતી, આગના ધુમાડા દુરદુર સુધી જોવા મળતા લોકોમાં પણ એક તબક્કે ગભરાટનો માહોલ છવાયો હતો, જોકે સમગ્ર ઘટના અંગેની જાણ અંકલેશ્વર DPMC ના ફાયર વિભાગને કરવામાં આવતા બે થી વધુ લાયબંબાઓએ સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી.

Advertisement

મહત્વની બાબત છે કે અંકલેશ્વર હાઇવેને અડીને આવેલા અનેક એવા ગોડાઉનો છે જેમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ ઘટનાઓને લઇ તંત્રએ પણ ચોક્કસ દિશાઓમાં તપાસ કરવાની જરુર જણાય છે કારણ કે થોડા દિવસો અગાઉ પણ રેલવે ટ્રેક પાસેના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા એક સમયે ટ્રેન વ્યવહાર ઉપર પણ તેની સીધી અસર જોવા મળી હતી ત્યારે વધુ એક આગની ઘટના સામે આવ્યા બાદ મામલે ચોક્કસ દિશામાં તપાસ થાય તેમ જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.

હારુન પટેલ


Share

Related posts

નર્મદા જિલ્લાનાં રાજપીપળા નગરપાલિકાનાં સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓની ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વર-મોટાલી ગામ નજીક હાઇવે ઉપર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત.કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર…

ProudOfGujarat

ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ-મુખ્યમંત્રી દ્વારા કરાયું સ્વાગત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!