Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ને.હા.નં. 48 પર એક હોટલની પાછળ બાયોડીઝલનું વેચાણ કરતાં બે ઇસમો ઝડપાયા.

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક ખાનગી હોટલ પાછળના મેદાનમાં વાડી વિસ્તારની જગ્યામાં બાયોડીઝલના નામે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતાં બે શખ્સોને ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગતો એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન એલસીબી ની ટીમને બાતમી મળેલ કે નેશનલ હાઇવે નંબર 48 ઉપર જ્વલનશીલ પદાર્થના જથ્થા સાથે કોઈપણ જાતના પરવાના વગર બે ઇસમો વેચાણ અર્થે વાડીમાં સંગ્રહ કરી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર કાપોદ્રા ગામની સીમમાં આવેલ ઓસ્કાર હોટલની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં છોટા હાથી ટેમ્પોમાં ગેરકાયદેસર બાયોડીઝલ ના નામે જવલનશીલ પ્રવાહી ભરી વેચાણ કરતા હોય જેથી એલસીબી પોલીસ અને એફએસએલ અધિકારીને સાથે રાખી તપાસ કરતાં 2800 લીટર શંકાસ્પદ પ્રવાહીનાં જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા છે. જેમાં સંગ્રહની કોઈપણ જાતની પાસ પરમીટ કે પરવાનો ધરાવતા ના હોય પોલીસ દરોડા દરમિયાન બંને આરોપીઓ (1) નરેશ મનસુખ કાથોટીયા રહેઠાણ સ્વર્ગ રેસીડેન્સી સરદાર ચોક અંકલેશ્વર મૂળ અમરેલી તથા (2) વિપુલ ભાણજી ખાનપરા રહેઠાણ તરસાડી ચીકુવાડી અશ્વિનભાઈની રૂમમાં ભાડેથી સુરત, મુડેઠા જુનાગઢને પોલીસે દરોડા દરમિયાન 2800 લિટર જ્વલનશીલ પદાર્થ કિંમત રૂ 2,33,660, ફ્યુઅલ પંપ કિંમત રૂપિયા 35,000, ટાટા કંપનીનો ટેમ્પો કિંમત રૂપિયા એક લાખ, અંગ ઝડતીમાંથી મળેલ 3 મોબાઇલ ફોનની કિંમત રૂપિયા 47000 તેમજ ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 4,25,600 ના મુદ્દામાલ સાથે અંકલેશ્વરની એલસીબી પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ફૂટવેરના વેપારીઓએ વધેલા જી.એસ.ટી. ના પગલે દુકાનો બંધ રાખી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની બેઠક પર ધી હાંસોટ નાગરિક સહકારી બેંકનાં કરશનભાઇ પટેલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

વલસાડના વેજલપોરની વાડીમાંથી આખરે 15 દિવસે ખૂંખાર દીપડો ઝડપાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!