Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ઔદ્યોગિક એકમો દ્વારા ખાડીઓમાં બેરોકટોક કેમિકલ યુકત પાણી છોડતા પર્યાવરણને ગંભીર નુકસાન.

Share

અંકલેશ્વરમાં ગતરોજ તારીખ ૩૦.૦૬.૨૦૨૨ ના રોજ મોડી સાંજના સમયે ચાલુ વરસાદે આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળતા તેઓ દ્વારા આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન બંધ હાલતમાં હતું અને પમ્પીંગ સ્ટેશનમાં આવતું એફલુઅન્ટ પાઈપલાઈન દ્વારા ખાડીમાં જતું હતું. એ સિવાય નોટિફાઇડ હદ વિસ્તારમાંથી પણ વરસાદી પાણીની સાથે મોટા પ્રમાણમાં પ્રદુષિત પાણી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડીમાં જતું હતું જેથી ખાડી પ્રદુષિત થઇ હતી. જેટલો વરસાદ નથી એનાથી વધારે પ્રદુષિત પાણી વહી રહ્યું છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી, NCT અને નોટિફાઇડ વિભાગને ઘટના સ્થળેથી ફોન કરી મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી.

હાલ છાપરાખાડી અને અમરાવતીખાડીમાં પણ અંકલેશ્વર વસાહતના પ્રદુષિત વહી રહ્યા છે. દર વર્ષે પાળાઓ બનાવી રોકવાના નિર્થક પ્રયાસો કરવામાં આવે છે. વાંરવારના પ્રદુષિત પાણીના વહનથી માછલીઓ અને જળચળના મૃત્યુ થાય છે જેમાં અમરાવતી ખાડીમાં આવા બનાવો અગાઉ પણ બન્યા છે. જીપીસીબી ગાંધીનગર તરફથી હર હમેંશ મુજબ નોટીસો આપી દિશા નિર્દેશો આપવામાં આવેલ હતા. જોકે તેનું અમલ કેટલું થયું એ બાબતે પ્રજા અજાણ છે અને આ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. આમલાખાડી અને છાપરાખાડી પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાંથી જતા પ્રદુષિત પાણીથી વારવાર પ્રદુષિત થાય છે

Advertisement

પ્રદુષણના આવા કૃત્યોથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થયું છે. વરસાદી ખાડીઓમાં પ્રદુષણ ના થાય એ બાબતે NGT કોર્ટના હુકમ અને સુપ્રીમ કોર્ટના હુકમોનું ઉલ્લઘન થઈ રહ્યું છે. અધિકારીઓ તરફથી મળતા જવાબ અને થતી કાર્યવાહીથી તંત્ર મુક પ્રેક્ષક બની લાચાર અવસ્થામાં હોય એમ લાગી રહ્યું છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “અમોને આમલાખાડીમાં પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળતા અમારી સ્થળ તપાસમાં માલુમ પડ્યું હતું કે આ પ્રદુષિત પાણી જીઆઇડીસી અંકલેશ્વરના ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાછળથી આવતું હતું જ્યાં પમ્પીંગ સ્ટેશનના NCT માં પ્રદુષિત પાણી મોકલવા માટેના પંપ બંધ હાલતમાં હતા જેથી એફલુઅન્ટ ખાડીમાં જતું હતું. આ બાબતે અમોએ ત્યાના કર્મચારીને પૂછતા તેને જણાવ્યું હતું કે હાલમાં લાઈટ જતા બંધ થયું છે અને પછી અમારી હાજરીમાં જનરેટર ચાલુ કરી પંપ ચાલુ કર્યા હતા. આ એક આકસ્મિક બનાવ કે કોભાંડ એ તપાસ નો વિષય છે. બેદરકારી સ્પષ્ટ જણાય છે. વરસાદી પાણી સાથે નોટિફાઇડ વિસ્તારમાંથી પણ પ્રદુષિત પાણી ખાડીમાં આવતું નજરે જણાઈ રહ્યું હતું. આવી જ પરિસ્થિતિ B પંપીંગ અને C પંપીંગ સ્ટેશનની પણ છે ત્યાંથી પણ પ્રદૂષિત પાણી વહી છાપરા ખાડી અને અમરાવતી ખાડીમાં વહી રહ્યુ છે. આ બાબતે અમોએ જીપીસીબી, NCT અને નોટિફાઇડ વિભાગને મૌખિક ફરિયાદ કરી છે. લેખિત ફરિયાદ પણ કરવામાં આવશે. અધિકારીઓ અને પદાધિકારીઓ બદલાયા છે તો સાથે સાથે પરિસ્થિતિઓમાં બદલાવ ક્યારે આવશે? પર્યાવરણને થતું નુકશાન બાબતે તંત્ર જાગે તેવી પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા લાગણી અને માંગણી વ્યકત કરેલ છે.


Share

Related posts

સુરત વીટી ચોક્સી લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને અપાયેલા નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઔરંગાનદીમાં ઘોડાપુર : ખેરગામ તાલુકાના ત્રણ પુલ પાણીમાં ગરકાવ.

ProudOfGujarat

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરુચ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ તેમજ જીવનસાથી પરિચય પસંદગી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!