Proud of Gujarat
FeaturedGujaratINDIA

આદિવાસી સમાજ વિકાસના ઉપક્રમે અંકલેશ્વર ખાતે જંગી રેલીનું આયોજન કરાયું.

Share

આદિવાસી સમાજ વિકાસના ઉપક્રમે અંકલેશ્વર ખાતે જંગી રેલીનું આયોજન કરાયું.

આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અંકલેશ્વર ખાતે આદિવાસી સમાજ વિકાસ મંડળ દ્વારા જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નો મુખ્ય હેતુ સંગઠન મજબૂત કરવા તેમ જ સમાજને જાગૃત કરવાનો હતો. આ રેલી અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા ખાતેથી શરૂ થઈ હતી સૌપ્રથમ સમાજની ઈષ્ટ માતાની આરતી કરવામાં આવી હતી ત્યારબાદસ્વ અનિલભાઈ વસાવા ને શ્રદ્ધાંજલિ આપી ફુલહાર કરી રેલી અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા આ રેલીમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આગેવાન વિનય વસાવા,મુકેશ વસાવા અવિનાશ વસાવા વિનોદ વસાવા તેમજ આદિવાસી સમાજના હજારો લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલીની પૂર્ણાહુતિ ભરૂચનાકે કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ફલશ્રુતિ નગરમાં આવેલ રાયલી પ્રેસ કંપાઉન્ડમાં વસવાટ કરતા ભાડુઆત અને જમીન માલિક વચ્ચે વિવાદ, જાતિ વિષયક શબ્દોનો મારો થતા સામ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લામાં આરોગ્ય ટીમો દ્વારા ડેન્ગ્યુ નું સર્વે હાથ ધરાયું ફાટક વિસ્તારમાં ચાર જેટલા પોઝિટિવ દર્દીઓ હોવાની વાત સ્થાનીકો દ્વારા જાણવા મળી.

ProudOfGujarat

સુરત ગ્રામ્ય LCB ની ટીમે બગુમરા ગામે ઘરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!