Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિરમાં શીતળા સાતમની પૂજા અર્ચના કરાઈ.

Share

અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટી ખાતે આવેલ શિવ શક્તિ મંદિર પ્રાંગણમાં સોસાયટીની તેમજ આજુબાજુની મહિલાઓએ શીતળા સાતમની પૂજા અર્ચના કરી હતી.

અંકલેશ્વર તાલુકાના નિરાંતનગર સોસાયટીમાં આવેલ શિવ શક્તિ મંદિર ખાતે શીતળા સાતમની પૂજા અર્ચના મહિલાઓ દ્વારા કરવામાં આવી. શીતળા સાતમના એક દિવસ આગળ રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ જાતની વાનગીઓ, મિષ્ઠાન, પકવાન, જમવાનું બનાવી બીજા દિવસ એટલે કે શીતળા સાતમના દિવસે ટાઢું જમવાની પ્રથા છે. આજરોજ જમવાનું ના બનાવી શકાય એટલે મહિલાઓ એક જગ્યાએ એકત્ર થઈ શીતળા માતાની કથા સાંભળે છે. આજે જમવાનું ના બનાવવાનું હોવાથી ચૂલો સળગાવતા નથી અને આજે જમવાનું ટાઢું જમે છે. ગોર મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને સૌ મહિલાઓએ આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં ઘઉંની 1.18 લાખ મણની આવક

ProudOfGujarat

ભરૂચ-અંભેટાની ગુજરાત ફ્લોરા કેમિકલ્સ કંપની સાથે કર્મીઓના પ્રતિક ઉપવાસ…

ProudOfGujarat

અમદાવાદમાં નકલી નોટો છાપતાં ચાર આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!