Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સોમાણી ચોકડી પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે GIDCમાં આવેલ સોમાણી ચોકડી નજીક જય અંબે પ્લાસ્ટિક સામે રોડની બાજુમાં જુગારધામ પર રેડ કરી હતી પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 15 હજાર અને ત્રણ મોટર સાઈકલ, ૩ મોબાઈલ ફોન સહિત મળી કુલ રૂ.૯૯ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલ વૈભવ પાર્કમાં રહેતા રામઅવતાર ભજનલાલ સૈની, મહમદ ઈસ્માઈલ લાકડાવાલા, મોહમંદ બીલાલ ગુલામ કાદર કાગઝીને ઝડપી પાડી પાડ્યા હતા પોલીસે તેઓના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

એ બી વી પી માં ઉપપ્રમુખ પદે ધ્રુવ મૈસુરીયા ની વરણી કરાય.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ફરી એકવાર પ્રદુષિત પાણીનો આમલાખાડીમાં નિકાલ કરવાનું ષડયંત્ર સામે આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : લૂંટનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!