Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર રખડતા ઢોરનો ત્રાસ, એક વેપારીને શિંગડું મારતા સારવાર હેઠળ ખસેડાયા.

Share

રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક સ્થળે અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે, રખડતા ઢોરનો મામલો ખુદ હાઇકોર્ટ સમક્ષ પહોંચતા કોર્ટે પણ તેની ગંભીર નોંધ લીધી છે, તેમ છતાં આજે પણ કેટલાય સ્થળે રખડતા ઢોરના જાહેર માર્ગ પર ત્રાસ સમાન કિસ્સા સામે આવી રહ્યા છે, ભરૂચ જિલ્લામાં પણ કેટલાય સ્થાને આજે રખડતા ઢોર નજરે પડી રહ્યા છે જેનો ભોગ હવે સામાન્ય જનતા બની રહી છે.

અંકલેશ્વર, વાલિયા નોટિફાઈડ રોડ પર આજે સવારના સમયે એક વેપારી યુવક પસાર થઇ રહ્યો હતો તે જ દરમિયાન રસ્તા વચ્ચે રહેલ રખડતા ઢોરે યુવકના માથાના ભાગે શિંગડું મારી ગંભીર તેને ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવકને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

મહત્વની બાબત છે કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા થોડા સમય પૂર્વે જ રખડતા ઢોર પકડવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ ઘટના ક્રમ બાદ અંકલેશ્વર, વાલિયા રોડ ઉપર પણ આ રીતે રખડતા ઢોરોને તંત્ર દ્વારા પકડી તેના માલિકો સામે પગલાં ભરી આ ઢોરોને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સ્થાનિકોનું માનવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી અનેક ઢોર આ જ સ્થિતિમાં રસ્તા વચ્ચે જ ક્યાંક બેસી જતા હોય છે અથવા ઉભા રહી જતા હોય છે જેને પગલે અકસ્માત જેવી ઘટનાઓનું સર્જન થતું હોય છે અને રાહદારીઓને પણ રસ્તેથી પસાર થવામાં મુશ્કેલીઓ આવતી હોય છે તેવામાં તંત્ર વહેલી તકે આવા ઢોરને પકડી યોગ્ય સ્થાને મૂકી આવે તેવી માંગ કરી રહ્યા છે.

હારુન પટેલ : ભરુચ
મો.: 99252 22744


Share

Related posts

નેત્રંગ : 15 દિવસનાં સમયગાળામાં નેત્રંગ તાલુકાની બે પ્રાથમિક શાળાઓનાં મધ્યન ભોજન રસોડામાં કુકર ફાટવાના બે બનાવો બન્યા.

ProudOfGujarat

માંગરોળના વાંકલ ખાતે રિટાયર્ડ થયેલા આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ગોધરા નગર તથા તાલુકાની સંયુક્ત પરિચય બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!