Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ખાનગી કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ.

Share

મળતી માહિતી અનુસાર ગત તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગીરીરાજ હોટલ નજીક ગણેશ એફ.આઈ.બી.સી. કંપનીમાં ત્રિકાલ ઇલેક્ટ્રિકલ એન્ડ રિવાઇડીંગ વર્કસને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

તસ્કરોએ ગોડાઉનના પાછળના ભાગની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ 20 મોટર મળી કુલ રૂપિયા 80,000 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે ચોરી અંગે પરેશ લાલજી રાદડિયાએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે મૂળ કવાંટ અને હાલ પટેલ નગર પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા 5 શખ્સો (1) અનવર ઉર્ફે ઉદેસિંગ રાઠવા (2) મુકેશ ઉર્ફે ઠાકોરભાઈ જોગી (3) જિગ્નેશ ઉર્ફે રણજીત રાઠવા (4) સુતરેશ ઉર્ફે વરજુભાઈ રાઠવા (5) સંતોષ ઉર્ફે મધુ કરાન્દે નાઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે ચોરી થયેલ તમામ મોટર અને એક મોપેડ મળી કુલ કિંમત રૂપિયા 1,20,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝઘડિયા વિસ્તારમાં પોલીસ તંત્ર ગરીબ પ્રજા પાસેથી દંડ વસૂલવાનુ બંધ કરે : ધારાસભ્ય છોટુ વસાવા.

ProudOfGujarat

આસ્થા અને પર્યાવરણનું આદર્શ સંતુલન એટલે પેપરમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ ખાતે પ્રતિષ્ઠા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માં ગુજરાત પાલ મહાસભા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!