Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ સ્વિપ અંર્તગત EVM મશીનની કાર્યશૈલિનું નિદર્શન યોજાયું.

Share

અંકલેશ્વર મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ સ્વિપ અંર્તગત EVM મશીનની કાર્યશૈલિનું નિદર્શન યોજાયું હતું. આ નિર્દશનમાં લોકોને બુથ મથક પર થતી મતદાન દરમ્યાનની કાર્યપદ્ધતીનો લાઈવ ડેમો બતાવી માહિતગાર કરાયા હતા. ચુંટણી દરમ્યાન થતી કામગીરી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે અને સમગ્ર બુથ પરની કામગીરીમાં પારદર્શિતા વધે તે માટે લાઈવ ડેમો બતાવાયો હતો. મતદારો લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખે અને પ્રલોભનથી પ્રભાવિત થયા વિના મતદાન કરે તે માટે પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી.

આ પ્રસંગે, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ, જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાકો ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

સુરત પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે અગાઉ જ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા તાલીમ વર્ગની પૂર્ણાહુતી નિમિત્તે પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!