Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના રવીદ્રા ગામ ખાતે અંગત અદાવતમાં બે ઈસમોનું ગામના પાદરમાં દંગલ, લાકડાના સપાટા વડે હુમલામાં એક ઘાયલ.

Share

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રવીદ્રા ગામ ખાતેના પાદરમાં બે ઈસમો વચ્ચે અંગત અદાવતમાં થયેલ ઝઘડા અંગેનો વીડિયો સોશિયલ મિડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં એક કાર ચાલક ઈસમ પોતાની કાર હંકારી લાવી સામે વાળા ઈસમ ઉપર ચઢાવી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ગામના પાદર વચ્ચે સર્જાયેલ બંને ઈસમોના દંગલનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

અંકલેશ્વરના રવીદ્રા ગામ ખાતે રહેતા સલીમ ઈબ્રાહીમ ભૈયાત દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે કે રવીદ્રા ગામના તળાવ પાસે તેઓના મિત્રો સાથે ચાલતા જઈ રહ્યા હતા તે જ દરમિયાન ગામમાં જ રહેતા ઝાબીર ગુલામ પટેલ પોતાની ફોરવ્હીલ થાર ગાડી પાદર તરફથી તેઓની તરફ પુર ઝડપે હંકારી લાવી અને તેઓ પાસેથી પસાર થયો હતો, જે બાદ સલીમ ભાઈએ ઝાબીરને બૂમ પાડી કહ્યું હતું કે તું મારી ઉપર કેમ ગાડી ચઢાવી રહ્યો છે જે અંગેનું કહેતા ઉશ્કેરાયેલા ઝાબીરે કારમાંથી લાકડાનો સપાટો કાઢી લાવી સલીમ ભૈયાતના પગના ભાગે હુમલો કર્યો હતો.

Advertisement

અંગત અદાવતમાં થયેલ બંને ઈસમો વચ્ચેના ઝઘડામાં ઘાયલ સલીમ ભૈયાતને ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ મામલે પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ઝઘડિયા કોર્ટ સંકુલ માં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ૪૦ ડીગી તાપમાન વચ્ચે જીલ્લાનાં લોકો પરસેવે રેબઝેબ, ગરમીથી ત્રહિમામ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ : જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ બાળકોનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!