Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પાનોલીની પ્રીમિયર મિનરલ્સ એન્ડ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પાનોલીની પ્રીમિયર મિનરલ્સ એન્ડ કેમિકલ કંપનીમાં આજે બપોરેના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાસભાગ મચી હતી. કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા હતા જે બાદ ઉપસ્થિત કર્મચારીઓ અને સ્થાનિકોને દૂર ખસેડવામાં આવ્યા હતા.

ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના ત્રણથી વધુ લાય બંબાઓએ ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. હાલ કંપનીમાં આગ ક્યાં ક્યા કારણોસર લાગી છે તે અંગે સ્પષ્ટતા થઇ નથી જોકે આગના પગલે કંપનીમાં નુકશાની થઇ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અચાનક લાગેલ કંપનીમાં આગના ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારોમાં પ્રસરતા આસપાસ રહેલ લોકોના જીવ પણ થોડા સમય માટે ટાળવે ચોટયા હતા, જોકે ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવતા સ્થાનિકો સહિત કંપની કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ-વાગરા તાલુકાના ચાંચવેલ ગામેથી 9 ફૂટ લાંબો મગર ઝડપાયો..

ProudOfGujarat

અમદાવાદ : 3 વર્ષથી એક જ બસમાં મુસાફરી કરતા વેપારીના 47 લાખ ચોરનાર ડ્રાઈવર અને કંડક્ટર ઝડપાયા

ProudOfGujarat

મહેસાણા : સોશિયલ મીડિયા સ્ટાર મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ ઓન ડ્યૂટી વરદીના ઉડાવ્યા ધજાગરા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!