Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, દવા બનાવવાની ફેક્ટરીની આડમાં ડ્રગ્સના કારોબારનો ATS એ કર્યો પર્દાફાશ.

Share

ડ્રગ્સ પકડવાની ઘટનાઓ ગુજરાતમાં છાસવારે બની રહી છે. સરહદ પર જ નહીં પરંતુ હવે રાજ્યમાં વિવિધ જગ્યાએ પણ સઘન કામગીરી અંતર્ગત કડક કાર્યવાહી કરાઈ રહી છે. વડોદરામાં ATS એ રાતના અંધારામાં દરોડા પાડી 500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

વડોદરા શહેર નજીકના સિંઘરોટ ગામમાં ખેતરમાં ભેંસના શેડની આડમાં ચાલતી દવા બનાવવાની ફેક્ટરી પર ATS એ દરોડા પાડ્યો હતો. આ કેસમાં પાંચ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ATS એ દરોડા દરમિયાન ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ સાથે અન્ય બે વ્યક્તિઓની પણ પૂછપરછના આધારે અટકાયત કરવામાં આવી છે.

Advertisement

અમદાવાદ એટીએસને બાતમી મળી હતી અને તેના આધારે તેમણે રેડ કરી હતી. ATS દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સ અને તેની મટીરીયલની કિંમત આશરે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તેમજ આવો જથ્થો અહીંથી અમદાવાદ, સુરત અને કચ્છ લાવવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સિંગરોટ ગામની સીમમાં આવેલા ખેતરમાં શંકાસ્પદ MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. કોઈને શંકા ના જાય એ માટે આગળના ભાગે ભેંસનો તબેલો બનાવવામાં આવ્યો અને ચારો રાખવા માટે શેડ બનાવવામાં આવ્યો હતો. આમ કોઈને શંકા ના જાય તે માટે આ યુક્તિ અને પ્રયુક્તિ પણ કરવામાં આવી હતી. પરંતુ આ મામલે દરોડા દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવશે. આ જથ્થો માટે મટિરીયલ ક્યાંથી લાવવામાં આવતું હતું, કોને સપ્લાય કરવામાં આવતું હતું તેની પણ તપાસ થશે.


Share

Related posts

ભરૂચ : જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા માઈક્રો સાયન્સ લેબનું ઉદઘાટન કરાયું

ProudOfGujarat

લીંબડીમાં ધોધમાર વરસાદ વરસતા વીજ પુરવઠો બંધ કરાતા લોકો પરેશાન

ProudOfGujarat

અંકલેશ્વર- નગર પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનની પ્રશંસનીય કામગીરી,૧૨૫ વિધવા માતાઓને વિધવા સહાય યોજના અંગે માહિતગાર કરી યોજનાના લાભાર્થી બનાવવા પ્રક્રિયા કરાવી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!