Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને. હા 48 પર વર્ષા હોટલના કંમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના નેશનલ હાઇવે 48 ઉપર વર્ષા હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર નંબર GJ 16 AV 7487 પાર્ક કરવામાં આવ્યું હતું જે દરમ્યાન પેટ્રોલિંગમાં નીકળેલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ સ્થળ ઉપર પહોંચી બાતમીના આધારે ટેન્કરની તલાસી લેતા તેમાં એન.એ.બી.આર નામનું શંકાસ્પદ કેમિકલ નજરે પડયુ હતું.

પોલીસે કેમિકલ મામલે સ્થળ પર હાજર ઈસમની પુછપરછ હાથધરી હતી જે બાદ સુરેશ કુમાર રાજારામ પાલ રહે, જોનપુર ઉત્તર પ્રદેશ નાઓની ધરપકડ કરી તેની પાસેથી કેમિકલનો જથ્થો સહિત કુલ 12,55,840 નો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગડખોલ ગામની માસ્તર પેનલના સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા.

ProudOfGujarat

ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 28 મા નર્મદા જયંતી મહોત્સવની ઉજવણી કરાશે

ProudOfGujarat

વલ્લભીપુર ઘેલો નદીના પુલ પાસેથી વિદેશી દારૂ તથા બિયર, કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!