Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

વિરમગામ શહેરના રૈયાપુર દરવાજા પાસે થી પીકઅપ ગાડીમાં કતલ ના ઇરાદે લઇ જવાતાં 6 પશુઓને બચાવાયા,2 આરોપી ની ઘરપકડ, પશુઓને પાંજરાપોળ મોકલી અપાયા. ગાડી સહિત 3.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. .

Share

પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.
     વિરમગામ ટાઉન પોલીસ ના મૂકેશભાઇ,કલ્પેશભાઇ સહિતના પોલીસ સ્ટાફ ને મળેલી બાતમીના આધારે શહેરના રૈયાપુર દરવાજા પાસે થી મોડી રાત્રીએ ગાડીમાં કતલ ના ઇરાદે લઇ જવાતાં 6 પશુઓને બચાવાયા હતા.સાથે 2 કસાઇ ની ઘરપકડ કરી હતી,પશુઓને  વિરમગામ પાંજરાપોળ પોળ મોકલી અપાયા હતા. પ્રાપ્ત થતી માહીતી અનુસાર શહેરના રૈયાપુરદરવાજા પાસેથી મહેન્દ્રા પીકઅપ ગાડી GJ-18-AT-1436 મા ભેંસ- 1 ,પાડી-2 ,તથા પાડા -3 એમ કુલ 6 પશુઓ ને ગેરકાયદે રીતે ક્રૂરતા પૂર્વક ટુંકા દોરડા થી બાંઘી ઘાસ-પાણી ની સગવડ નહીં રાખી પશુઓને કતલ ના ઇરાદે લઇ જવાતા હતા.પોલીસે પશુઓને બચાવી પાંજરાપોળ મોકલી અપાયા હતા. પશુઓ 6 કિંમત 61,000 તેમજ ગાડી કિંમત 2,50,000એમ કુલ મળીને ₹ 3,11,000 મુદ્દામાલ સાથે આરોપી એજાજ સિદ્દીકી કુરેશી રહે.રૈયાપુર,વિરમગામ,મહેકૂસ મકબૂલ કુરેશી રહે.રૈયાપુર ખાડીયા,વિરમગામ નાઓને સામે ગુનો નોંધી ઝડપી પાડ્યા હતા.
                                

Share

Related posts

વડોદરા : ચોરપુરા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સૌજન્ય.

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની બેઠક મળી

ProudOfGujarat

વડોદરા : શિનોર તાલુકાના સાધલી ગામમાં લાભાર્થીઓને શ્રમયોગી કાર્ડનું વિતરણ કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!