Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ખાનગી કંપનીમાંથી હજારોના સ્ટ્રાકચર સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Share

અંકલેશ્વર જીઆઈડીસી માં પ્લોટ નંબર 1601/01 નેકટર એન્જીનીયરિંગ ઇન્ડિયા પ્રા. લિમિટેડ કંપનીમાંથી કોઈ અજાણ્યા તસ્કરોએ કંપનીમાં મુકેલ અમુક સ્ટ્રક્ચરની ચોરી કરી લઈ પલાયન થઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાતા પોલીસે મામલે તપાસ હાથધરી છે.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેકટર એન્જીનીયરિંગ કંપની છેલ્લા છ માસથી ફેબ્રીકેટરનું કામ કરી રહી છે, ગત તારીખ 28 એપ્રિલના રોજ કંપનીના કર્તાહર્તાઓને જાણ થઈ હતી કે તેઓની કંપનીના કંમ્પાઉન્ડમાં મુકવામાં આવેલ કેટલુક સ્ટ્રક્ચર ગુમ થયું છે જે બાદ અન્ય કામદારોની મદદથી તપાસ કરવામાં આવતા ફેબ્રિકેટેટ સ્પુલ સહિતનો કુલ 72500 ની મત્તાનો માલ સામાન ચોરી થયેલ છે જે બાદ મામલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગર પાલિકા પુસ્તકાલય ખાતે 150 મી ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી 

ProudOfGujarat

પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી ફરાર…

ProudOfGujarat

સુરત પ્રદેશ મૈસુરીયા, ભાટીયા સમાજ તેમજ શ્રી જવાલા માતાજી ના સંવઁ ભાવિક ભક્તો ને સુરત મૈસુરીયા /ભાટીયા ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજી નો હોમ હવન કાર્યક્મ રદ કરવા માં આવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!