Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઉમરવાડા ગામે T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાનોલી ટીમનો વિજય થયો

Share

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામે ચાલી રહેલી T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ રવિવારના રોજ યોજાઈ હતી જેમાં પાનોલી અને દીવા ગામની ટીમ વચ્ચે ફાઈનલનો જંગ રમાયો હતો. આ મેચમાં પાનોલીનો ભવ્ય વિજય થયો હતો. આ પ્રસંગે મરહુમ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ પટેલે જણાવ્યું હતું કે ઉમરવાડા જેવા નાના ગામમાં ક્રિકેટના બે ગ્રાઉન્ડ છે એ ખરેખર આનંદની વાત છે જેને કારણે નાના બાળકોથી લઈને સૌ અભ્યાસ ઉપરાંત અન્ય પ્રવૃત્તિ પણ કરી શકે છે અને રમતગમતને પ્રોત્સાહન ગ્રામજનો પણ આપે છે એ આનંદની વાત છે. ફૈઝલ પટેલના હસ્તે વિજેતા ટીમને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું એમણે પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરમાંથી નકલી તબીબની કરી ધરપકડ : ડીગ્રી વગર લોકોને આપતો હતો સારવાર.

ProudOfGujarat

અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

અંકલેશ્વર : નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણનાં 11 માં દિવસે બ્રિજ પર અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!