Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાંથી હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

Share

ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ વિભાગ સતત વિવિધ સ્થળોએથી ગુનેગારી તત્વોને ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ ભણાવી રહ્યા છે, અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચ દ્વારા બે ઈસમોને હજારોની કિમતના ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે વાલિયા ચોકડી વિસ્તાર નજીક આવેલ બસ ડેપો ખાતે સુરતના બે જેટલાં ઈસમો થેલામાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટો જથ્થો લઈ પરત સુરત તરફ જવાનાં છે જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા બંને ઈસમોની વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી ઝડપી પાડ્યા હતા.

Advertisement

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) રાજેશ રમસુરત નિષાદ રહે,ડિંડોલી સુરત તેમજ (2) રાહુલ રામજીત નિષાદ રહે,કાપોદ્રા સુરત નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી કુલ 40 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

દેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા બાર એસો.ની ચૂંટણીમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ મથકમાં બકરી ઈદનાં પર્વ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

સાગબારા તાલુકાના મોવી પાસે પીકઅપ વાનમાં કતલખાને પશુઓ લઈ જતા ત્રણ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!