Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી ની કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીમાં થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાવડરની ચોરીનો ભેદ ઉકેલાયો

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કેડીલા ફાર્માસ્યુ્ટિકલ કંપનીમાં ગત તારીખ 09/07/2023 ના રોજ કંપનીમાંથી પેલેડીયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડરની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી, જે બાદ મામલે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.

જીઆઈડીસી પોલીસની તપાસમાં કંપનીમાં કામ કરતા કર્માચારીઓની સંડોવણી બાહર આવી હતી, જ્યાં કંપનીમાં કામ કરતા ફેનિલકુમાર નટવરભાઈ પટેલ રહે, સાંઈ સુમન રેસીડેન્સી હાંસોટ રોડ અંકલેશ્વર નાને દેવું વધી જતા તેણે તેની સાથે મિત્ર વિકાસ કુમાર સુરેશભાઈ પટેલ રહે, વાસ્તુ વીલા સોસાયટી હાંસોટ રોડ નાની મદદગારીથી કંપનીમાં રહેલ પેલેડીયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડરની ચોરી કરી ફેનિલ પટેલે પોતાના મકાનના ઉપરના રૂમમાં સંતાડી દીધો હતો.

Advertisement

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે પોલીસે બંનેના ઘરે દરોડા પાડ્યા હતા જ્યાં તેઓ હાજર મળી આવતા બંનેની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ પાવડર, આઇફોન, બુલેટ મોટર સાયકલ સહિત કુલ 14,91,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ભરૂચનાં ભાડભુત નજીક બનનારા ભાડભૂત બેરેજ યોજના માટે ટેન્ડરીંગ થયું હોવાની જાહેરાત આજે રાજ્ય સરકારના બજેટમાં કરવામાં આવી હતી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગોરા ગામના અસરગ્રસ્તોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

નેત્રંગમાં આઠ વર્ષીય શેખ અફીફા બાનુ એ પોતાના જીવનનો પ્રથમ એક મહિનાનો રોજો રાખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!