Proud of Gujarat
FeaturedGujaratINDIA

જે સમાજમાં હોય પરંતુ સમાજ જેનામાં ન હોય એ જ સૂફી કહેવાય- ડો મતાઉદ્દીન ચિશ્તી

Share

તા. 1/02/2020 અને શનિવારના રોજ અંકલેશ્વર સ્થિત સેલારવાડ ખાતે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના હાલના સજ્જાદાનશીન હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર અને અનુગામી હઝરત ડૉ. મતાઉદ્દીન ચિશ્તીની અધ્યક્ષતામાં દર્સ-એ-તસવ્વુફ, મહેફીલે સૂફી સંવાદનું આયોજન ચિશ્તીયા કમિટી, અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ડૉ. હઝરત ફરાઝ ઇનમદાર સાહેબ, હઝરત આમીર કાદરી સાહેબ, હઝરત અંજુમ ફરીદ ચીશ્તી સાહેબ, હઝરત મોહંમદ રફીક કાદરી સાહેબ, હઝરત અતિક કાદરી સાહેબ તથા હઝરત અનીસુદ્દીન કુરેશી સાહેબે ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. આ પ્રસંગે હાજર જનમેદનીને સૂફીવાદનો મર્મ સમજાવતા હઝરત ડૉ. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૂફીવાદ એટલે રુહાનિયત, સૂફીવાદ એટલે જ આત્મવાદ. કુરાન – હદિસના સંદર્ભ ઉપરાંત સૂફી તાલીમાત રૂહ એટલે કે આત્માને સ્પર્શે છે ત્યારે જ રુહાનિયતનનો ખરો મર્મ સમજી ઉત્તમ માનવ બની શકાય છે. સંતોના બોધ ઉપરાંત સંતો- બુઝુર્ગોની અમી દ્રષ્ટિ ક્ષણમાં બધુ બદલી શકે છે, માત્ર આપણી શ્રધ્ધા જળવાય તો આધ્યાત્મિક ઉર્જાનું સર્જન થાય છે અને આ માટે બુજુર્ગાને દીન સાથેનું જોડાણ – નિસ્બત મજબુત થાય એ અતિ આવશ્યક છે. વધુમાં આપે જણાવ્યું હતું જે સમાજમાં હોય પરંતુ સમાજ જેનામાં ન હોય એ જ સૂફી કહેવાય અને મનથી મનની જળવણીની કળા, જગતમાં ભુલાયેલી ક્ષમાની પ્રથા તથા અંતરને અનંત આસ્થાથી અલંકારીત કરતા શીખવાડતી શૈલી એટલે જ અધ્યાત્મવાદ, આત્મવાદ અને સૂફીવાદ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક સામાજક આગેવાનો તેમજ યુવાનોએ ભારે જેહમત ઉઠાવી સાથ અને સહકાર આપ્યો હતો. મોટામિયાં માંગરોલની ગાદી પ્રેરિત ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી, કાર્યક્રમમાં ડો મતાઉદ્દીન ચિશ્તી તેમજ હાજર મેહમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ખૂબ મોટી સંખ્યામાં ભાઇઓ, બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : સબજેલ પાસે આવેલ મુસ્લિમ સોસાયટીમાંથી ચોરાયેલ હોન્ડા સ્પ્લેન્ડરનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

ભરૂચ : ધોળીકૂઈ વિસ્તારમાં ખુલ્લી ગટરો અને બિસ્માર રસ્તાથી રહીશો ત્રાહિમામ : તંત્ર જોવે છે છતાં કોઈ નિરાકરણ નહી !!

ProudOfGujarat

ધોરાજીમાં ધર્મસ્થાનો અસુરક્ષિત રહેતા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!