Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપનીમાં આજે સવારે આગ લાગી.

Share

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ધટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી ના 6 ફાયર ફાઇટર ધટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપની બલ્ક ડ્રગ્સ અને ઇન્ટરમીડીએટસનું પ્રોડક્શન કરે છે અને સ્ટેટીક ચાર્જના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગની ધટનામાં કોઈ જાનહાની થઇ નથી.

Advertisement

Share

Related posts

અખબારોમા લોનની લોભામણી જાહેરાતો આપીને છેતરપીંડી કરતા પતિ-પત્ની ને પકડી પાડતી પંચમહાલ સાયબર પોલીસ

ProudOfGujarat

સાગબારા પોલીસ ઊંઘતી ઝડપાઇ:વડોદરા આર.આર સેલે સેલંબામાં જુગાર રમતા ૧૦ ઈસમોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

ધો.12 સામાન્ય પ્રવાહ પહેલા ધો.10 નું પરિણામ 25 મી મે એ જાહેર થશે, સવારે આઠ વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!