Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જુના તવરા ગામની સીમમાંથી દોઢ લાખનાં વિદેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા.

Share

ભરૂચ તાલુકાનાં તવરા ગામની સીમમાં છુપાવી રાખેલા વિદેશી દારૂ સાથે LCB પોલીસે બે બુટલેગરને ઝડપી લઈ દોઢ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. ભરૂચ શહેર જીલ્લામાં હજીપણ દારૂનું વેચાણ બુટલેગરો ખેતરો અને નદી કિનારે દારૂ છુપાવીને વેચી રહ્યા છે. ત્યારે બાતમીદારોને કામે લગાડીને પોલીસ પણ બુટલેગરોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. જેમાં ભરૂચ LCB પોલીસ થકી બાતમી મળી હતી કે જુના તવરા ગામની સીમમાં એઠાણામાં વિદેશી દારૂ છુપાવ્યો છે ત્યારે પોલીસે બુટલેગરોની રાહ જોઈ હતી અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ભગવતસિંહ રાજ રહેવાસી જુના તવરા તથા સંજય વસાવા રહેવાસી કેમાતુર કંપની નજીક ઝુંપડામાં નો પોલીસે તેઓને ઝડપી લઈ 8 પેટી દારૂ રોકડા રૂપિયા મળીને કુલ 1,60,050 નો મુદ્દામાલ કબ્જે કરી તેઓને ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકનાં હવાલે કર્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ : પ્રા.આ.કેન્દ્ર વેરાકુઇ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના મેસરાડ ગામમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો ત્રિ દિવસીય આતમ સુખ દશાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!