Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક ને.હા.પર ટ્રક રોડ સાઇડ પર ઊભી રાખી સૂતેલા એક ડ્રાઈવર ઉપર અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમોએ ચપ્પા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

Share

અંકલેશ્વર નજીક ને.હા. પર ટ્રક રોડ સાઇડ પર ઊભી રાખી સૂતેલા એક ડ્રાઈવર ઉપર અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમોએ ચપ્પા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત ડ્રાઇવરને વધુ સારવાર અર્થે પાછળથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આજરોજ વહેલી પરોઢે અંકલેશ્વર નજીક હાઇવે પર પોતાની ટ્રક રોડ સાઈડ ઉપર ઉભી રાખી સુતેલા ડ્રાઈવર ઉપર કેટલાક ઈસમોએ તીક્ષ્ણ ચપ્પા વડે પીઠના ભાગે ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.અજાણ્યા વ્યક્તિઓએ ટ્રક ઉપર ચઢી ચપ્પુથી ડ્રાઈવર દિપક જેશીંગ સરકેક પર હુમલો કર્યો હતો અને ફરાર થઇ ગયા બાદ ડ્રાઈવર સ્વયં જયાબેન મોદી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ 108 માં વધુ સારવાર લઇ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વધુ ઘનિષ્ઠ સારવાર અર્થે પાછળથી તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. દરમ્યાન અંકલેશ્વર શહેર પોલીસને આ અંગે જાણ થતા તપાસ હાથ ધરાઈ છે.

Advertisement

Share

Related posts

પાલિતાણા તાલુકાના વિરપુર ગામે ભણતરના નામે મીડું ? શુ થાસે વિરપુર ગામના વિધાર્થીઓનું ?

ProudOfGujarat

અંકલેશ્વરના કાંસિયા ગામના નદી કિનારા વિસ્તારમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ એ અસરગ્રસ્ત લોકોને કીટનું વિતરણ કર્યું

ProudOfGujarat

ટાઈગર-3 ની સ્ક્રીનીંગ દરમિયાન થિયેટરની અંદર આતશબાજી, વીડિયો વાયરલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!