Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીનાં એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીના એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસીમાં જલધારા ચોકડી નજીક આવેલ વેણુધર સોસાયટીમાં મકાન નંબર 301 માં રહેતા હિતેશ માકડીયાનાં મકાનમાં અજાણી મહિલાએ પ્રવેશ કરી રૂમમાં મુકેલ બે મોબાઈલની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. 13 હજાર ઉપરાંતના બે મોબાઈલની ચોરી અંગે હિતેશ માકડીયાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરતા બાતમીના આધારે વાલિયા ચોકડી પાસેથી સુરતના ઉધના સ્ટેશન પાસેની સંતોષીનગરમાં રહેતી કંકુબેન સાબીર નટને ઝડપી પાડી તેની પાસેથી બે મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.  

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટનો મામલો, ગણતરીના કલાકોમાં લૂંટારું ટોળકી પોલીસના સકંજામાં આવી.

ProudOfGujarat

ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી એ ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

જંબુસર: નગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!