Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડનાં યુવાનો દ્વારા ઉનાળાની સિઝનમાં પક્ષીને પાણી મળી રહે તે માટે વૃક્ષ ઉપર પાણીના કુંડા લગાડવામાં આવ્યા.

Share

હાલ ગરમીની સિઝન આવી ગઈ છે ત્યારે મનુષ્યની સાથે સાથે પક્ષીઓ પણ પાણી માટે તરસતા હોય છે. જ્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ગરમીની સિઝનમાં પક્ષીને પાણી મળી રહે તે માટે કુંડાનું વિતરણ કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવતા હોય છે. પરંતુ હાલ દેશમાં કોરોના વાયરસને ગંભીર બીમારીને લઇને આ વર્ષે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ પક્ષીઓને પાણી પીવા માટેનાં કુંડા વિતરણનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડનાં યુવાનો દ્વારા પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી વૃક્ષ ઉપર પાણીના કુંડા લગાડવામાં આવ્યા હતા અને લોકોને કુંડા લગાડવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગનાં યુવાનો દ્વારા તમામ સામાજિક કાર્ય કરવામાં આવી રહ્યા છે તે બદલ અંકલેશ્વરનાં લોકો પણ તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં વધતા જતા પ્રદુષણથી ચિંતા : ઔદ્યોગિક એકમો બેરોકટોક વાયુ પ્રદૂષણ ફેલાવતા હોવાની બુમ.

ProudOfGujarat

બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું

ProudOfGujarat

ભરૂચ : એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!