Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તા અંગે ઉગ્ર રજુઆત કરાતા નગરપાલિકાએ આજે રસ્તાનું સમારકામનું કરવાનું કાર્ય શરૂ કર્યું હતું.

Share

અંકલેશ્વર નગરનાં વિવિધ વિસ્તારનાં રસ્તાઓ અંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆત કરાતા નગરપાલિકાએ આજે રસ્તાનું સમારકામનું કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. આ કામ માત્ર દેખાડા પૂરતું હોવાનું જણાય રહ્યું છે. ખાડા ઉપર ખાલી દેખાવ પૂરતી કપચી અને અન્ય મટીરિયલ નાંખી તકલાદી ખાડા પુરવાનું કામ કરવામાં આવેલ છે. યુવા કોંગ્રેસના આક્રમણ વલણ અને રોડ ચક્કાજામની ચીમકીથી તંત્ર એકશનમાં આવી રોડ પર મટીરીયલ પાથરીને ખાડા પુરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાયમી સોલ્યુશન નથી. થોડા દિવસ પછી જેસે થે..વૈસે તેવી પરિસ્થિતી સર્જાશે. શહેરમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ થતા પાલિકા વિપક્ષી ઉપનેતા શરીફ કાનુગા, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા, યુવા પ્રમુખ ભરત પરમાર વિનય પટેલ, પ્રતીક કાયસ્થ, શૈલેદ્રસિંહ સહીતના આગેવાનોએ મુલાકાત લીધી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં સબ જેલ ખાતેનું રમત-ગમતનું મેદાન જનતાને ફાળવવા વડોદરા ની ટેનિસ પ્લેયર ની કલેકટર સમક્ષ માંગણી

ProudOfGujarat

વાપીમાં મોબાઇલ સ્નેચિંગ કરતા ધો.11નો વિદ્યાર્થી ઝડપાયો, બાઈકચાલક નાસી છૂટ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!