Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા RR સેલની પોલીસ ટુકડીઓ અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નજીક ફેક્ટરી પાછળ એક શોપિંગની દુકાનમાં બિનઅધિકૃત રીતે ચાલતા રાંધણ ગેસના રીફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

Share

વડોદરા RR સેલને હે.કો. અભિજીતસિંહ તેમજ એ.એસ.આઈ.કનકસિંહને એવિ નકકર બાતમી મળી હતી કે અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત નજીક ફેકટરીની પાછળ ઓમ સાંઇ રેસીડેન્સીની એક દુકાનમાં બીપીન ભગતરામ ખટીક નામનો શખ્સ પોતાની દુકાનમાં રાંધણગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ રીફિલ કરી બિનઅધિકૃત રીતે વેચાણ કરે છે.
આ બાતમીના આધારે આજરોજ બીપીન ખટીકની દુકાનમાં ઓચિંતી રેડ કરતાં દુકાનમાંથી બિનઅધિકૃત ખાલી તેમજ ભરેલી નાની મોટી રીલાયન્સ કંપનીની રાંધણગેસની બોટલો નંગ-8, વજન કાંટો, રીફિલિંગ પાઇપ મળી આવ્યા હતા અને મોટી ગેસની બોટલમાંથી નાની બોટલોમાં અત્યંત જોખમી અને બિનઅધિકૃત રીતે રીફિલિંગની પ્રક્રિયા ચાલતી હતી.
આથી પોલીસ ટુકડીએ બીપીન ખટીકની અટક કરી કુલ 10,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 285, 336 મુજબ જ્વલનશીલ પ્રદાર્થનું જોખમી રીતે રીફિલિંગ કરવાની બેદરકારી દાખવી અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરવા બદલ ગુનો અંકલેશ્વર શહેર પોલીસ મથકે દર્જ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

કિડનીનું દાન કરનાર ૬૭ વર્ષીય વૃદ્ધ પ્રમોદ લક્ષ્મણ મહાજન આજરોજ “અંગદાન મહાદાન” અંગેની જનજાગૃતિ યાત્રા લઈ ભરૂચ આવી પહોંચ્યા.

ProudOfGujarat

રાજકોટમાં 10 મહિનાની બાળકી બીમાર પડતાં ભૂવાએ ગરમ સોયના ડામ દીધા, તબિયત વધુ લથડતાં રાજકોટની સિવિલમાં ખસેડાઈ

ProudOfGujarat

રાજશ્રી વિદ્યા મંદિર સ્કૂલ બામલ્લામાં ખાતે ઇન્ટરસ્ટેટ સી.બી.એસ.સી સ્કૂલોના શિક્ષકોની વર્ગખંડ મેનેજમેન્ટ (કેપેસીટી બિલ્ડીંગ )વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!