Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં 10 મહિનાની બાળકી બીમાર પડતાં ભૂવાએ ગરમ સોયના ડામ દીધા, તબિયત વધુ લથડતાં રાજકોટની સિવિલમાં ખસેડાઈ

Share

રાજકોટમાં વધુ એક બાળકી અંધશ્રદ્ધાની ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થતાં તેને વડગામ ખાતેના મંદિરે લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ગરમ સોયના ડામ દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકીની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને લઈને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતાં. જ્યાં તેમણે બાળકી અંગે પુછપરછ કરતાં તેની તબિયત ખૂબ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીને નિમોનિયા થયો છે. સરકાર દ્વારા મેડિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી એક દાખલો બેસાડવો જોઈએ. આ મામલે બાળકીના દાદાએ મીડિયાને જણાવ્યું હતું કે દીકરીને શ્વાસની તકલીફ થતાં વિરમગામ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ડોક્ટરે રૂ.50થી 60 હજારનો ખર્ચો થશે તેવું જણાવતાં દીકરીને લઈ અમે ઘરે પરત આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતુંકે, સંબંધીઓએ વડગામમાં ડામ દેવાની સલાહ આપતાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યે ત્યાં બાળકીને લઈ ગયા હતા, જ્યાં મંદિરનાં ભૂવાઅ તેના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપ્યા હતા. બાળકીની વધુ તબિયત બગડતાં તેને સારવાર માટે મોડી રાત્રે ત્રણેક વાગ્યે રાજકોટ ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટરે પોલીસને જાણ કરવાનું કહેતાં જાણ પણ કરી હતી. બાદમાં ડોક્ટરોએ સારવાર શરૂ કરતાં હાલ બાળકીની તબિયત સુધારા પર છે. બાળકી માત્ર 10 મહિનાની હોવાથી હાલ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં કોઈને અંદર જવાની મનાઈ કરવામાં આવી છે. હાલ ડોક્ટરો દ્વારા માસૂમની સઘન સારવાર કરાઈ રહી છે.

Advertisement

Share

Related posts

શહેરાનગરમા કેરીરસની ધમધમતી હાટડીઓ પર આરોગ્ય વિભાગ ક્યારે તપાસ હાથ ધરશે?

ProudOfGujarat

ગોધરામાં મકાનનો પાયો ખોદતાં માટી ધસી પડતાં એકનું મોત

ProudOfGujarat

શેર માર્કેટ / ગ્લોબલ માર્કેટમાં મિશ્ર સંકેતો સાથે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 150 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!