Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેંગપુરનો રહીશ હિરેન વસાવા વિદેશી દારૂ સાથે તાલુકા પોલીસના હાથે ઝડપાયો.

Share

અંકલેશ્વર પંથકમાં હજુ પણ બુટલેગર બિંદાશ કોઈકની રહેમ નજર હેઠળ દારૂનો ધંધો કરી રહ્યા છે. ત્યારે હવે બુટલેગરોએ હોમ ડિલિવરી શરૂ કર્યું હોય તેમ દારૂનું વેચાણ ગાડી ઉપર કરી રહ્યા છે ત્યાં અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાકી બાતમી મળી હતી કે સેંગપુર ગામના નવી નગરીમાં રહેતો હિરેન મહેશ વસાવા સ્કૂટર ઉપર દારૂની ડિલિવરી આપવા જઈ રહ્યો છે. એવી પાકી બાતમીના આધારે સેંગપુર નજીક ભાથીજી મહારાજના મંદિરે જવાના રસ્તા ઉપર વોચ ગોઠવીને બેઠા હતા. તે દરમિયાન હિરેન વસાવા એક્ટીવા સ્કુટર લઇને આવતા સ્કૂટરની તપાસ કરતા ડીકીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ રોકડા રૂપિયા મળી આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ભરૂચના પનોતા પુત્ર શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશીજીની જન્મ જયંતિ ઉજવાઈ

ProudOfGujarat

ભરૂચના વોર્ડ નંબર 8માં સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોનો ઉઘડો લીધો : ગત ચૂંટણી પ્રચાર બાદ આજે મોઢા દેખાડ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ProudOfGujarat

ભરૂચ: દેશને આઝાદી અપાવામાં સિહ ફાળો આપનાર 91 વર્ષીય ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજબુદારનું સન્માન કરાયું

ProudOfGujarat
error: Content is protected !!