Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તા. 4 નાં રોજ ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો 2021 યોજાશે.

Share

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આગામી તા.4 ફેબ્રુઆરીથી ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પોનું આયોજન કરાયું છે. જેની આજે એક પત્રકાર પરિષદ યોજાઈ ગઈ.

આ પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝનાં આગેવાનોએ જણાવ્યુ હતું કે આગામી તા. 4,5 અને 6 નાં રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો 2021 કોરોનાની ગાઈડલાઇન અનુસાર હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સ્મોલ, મીડિયમ અને લાર્જની કેટેગરીમાં ઉત્તમ દેખાવ કરનાર એક્ષ્પો માલિકોને ભરૂચનાં અગ્રણીઓનાં હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.

આ એક્ષ્પોનું ઉદ્ઘાટન સમારોહ લઘુઉદ્યોગ ભારતીનાં અધ્યક્ષ પ્રદીપભાઇ પ્રજાપતિ દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લુ મૂકવામાં આવશે. આ સાથે જ ભરૂચનાં કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા સહિતનાં મહેમાનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી. સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે અંકલેશ્વરમાં આ 11 માં એસોસીએશનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અંકલેશ્વર, ઝઘડિયા, દહેજ, પાનોલી, વડોદરા અને સુરતનાં જી.આઇ.ડી.સી. નાં તમામ નાના-મોટા એકમોનાં માલિકોને અંકલેશ્વરનાં આ એક્ષ્પો 2021 ની મુલાકાત લેવા અમો અંકલેશ્વર એસોસીએશનનાં સભ્યોનો અનુરોધ છે.

Advertisement

Share

Related posts

ગોધરા : જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર ઈનોવા કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ને.હા.48 પર આવેલ રિગલ હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાં ભરેલ શંકાસ્પદ પ્રવાહીનાં જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!