Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં માંડવા નજીક ટ્રક ચાલકોની મારામારીમાં ટ્રક ડ્રાઇવરની હત્યા…જાણો વધુ.

Share

અંકલેશ્વરનાં માંડવા નજીક ટ્રક ચાલકની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રસ્તામાં લિફટ માંગી આવેલા અન્ય ટ્રક ચાલકે હુમલો કરવાની વાત મીડિયા સમક્ષ આવતા ચકચાર મચી છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરનાં માંડવા નજીક ટ્રક ચાલકની હત્યા થઈ હોવાની વિગતો પોલીસ મથકમાંથી પ્રાપ્ત થઈ છે. આ ટ્રક ડ્રાઈવર રસ્તામાં લિફટ માંગી અંદર આવેલ અન્ય ટ્રક ચાલકે હુમલો કર્યો હોવાની વિગતો મળી છે. આ ટ્રક ગોંડલથી આંધ્રપ્રદેશ તરફ જતી હોય જેમાં ટ્રક ડ્રાઈવરની હત્યા કરવામાં આવી છે. જેમાં લિફટ માંગી ટ્રકમાં અન્ય એક શખ્સ આવેલો હોય આ શખ્સ અને અન્ય ટ્રક ડ્રાઈવરો વચ્ચે અંદરો અંદર મારામારી થતાં ઘટના સ્થળે જ એક ટ્રક ચાલકનું મૃત્યુ થયું હોવાની વિગતો પોલીસ મથકમાંથી સામે આવી છે. આ અંગે બનાવમાં અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : જૈન મંદિરના કર્મચારી પાસેથી એક લાખની ખંડણી વસૂલવા કર્મચારીના ભાઈનું અપહરણ : પોલીસે ચાર અપહરણકારોની કરી ધરપકડ.

ProudOfGujarat

માંગરોળની એસ.બી.આઇ. બેંકમાં એક જ કાઉન્ટરથી ગ્રાહકોને ભારે હાલાકી…

ProudOfGujarat

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ના હોદ્દેદારોની બિનહરીફ વરણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!