Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જીતાલી નજીક ઇકો કાર ચાલકે 4 જેટલી બાઇકને ટક્કર મારતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ ગ્રીન સીટી કોમ્પલેક્ષના પાર્કિંગમાં પાર્ક કરેલ મોટર સાયકલોમાં એક ઇકો કાર નંબર GJ.16.BK 6485 નો ચાલક અચાનક આવીને ઘુસી જતા અફરાતફરીનો માહોલ થોડા સમય માટે સર્જયો હતો, જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહી થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાત્રીના સમયે અચાનક પુરપાટ ઝડપે આવેલ ઇકો કારના ચાલકે ધડાકાભેર મોટરસાયકલોને અડફેટે લીધી હતી, અચાનક બનેલ ઘટનાના પગલે લોક ટોળા ભેગા થતા ઇકો કારનો ચાલક ઘટના સ્થળે પોતાની કાર મૂકી ફરાર થઇ ગયો હતો, તો બીજી તરફ ઘટના અંગેની જાણ સ્થાનિકોએ પોલીસમાં કરતા પોલીસે સ્થળ પર દોડી જઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી.

Advertisement

સર્જાયેલ અકસ્માતની સમગ્ર ઘટનામાં 4 જેટલી મોટરસાયકલોને નુકશાન થયું હતું, જે બાદ કાર ચાલકની બેદરકારીને કારણે લોકોમાં રોષની લાગણી છવાઈ હતી, મહત્વનું છે કે અકસ્માતની ઘટનામાં કોઇ વ્યક્તિઓ અથવા બાળકો હાજર ન હોય મોટી દુર્ઘટના થતા અટકી હતી, હાલ તો કાર ચાલકના આ પ્રકારના બનાવ બાદથી સ્થાનિકોમાં ચકચાર મચી છે.


Share

Related posts

S.S.C પરીક્ષામાં રજા H.S.C પરીક્ષામાં ઈતિહાસનુ પ્રશ્નપત્ર પ્રમાણમાં સહેલું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના 200 ગામોમાં 100 ટકા રસીકરણ : જિલ્લામાં લક્ષ્યાંક પૈકીના 70.89 ટકાને રસી અપાઈ.

ProudOfGujarat

મક્તમપુર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રમઝાન કીટનું વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!