અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ચેનસ્નેચિંગની બે અલગ અલગ ઘટનાઓમાં અઢી તોલા જેવા સોનાની જેની પલ્સર બાઇક મોટર ચાલકોએ તોડી લઈ જઈ જીઆઇડીસી પોલીસને પડકાર ફેંક્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ અલકાપુરી સોસાયટીમાં રહેતા ચંદ્રાબેન ફત્તેચંદ ભાઈ પૂનમિયા ઘરના આંગણે ઊભા હતા તે દરમિયાન ઘરના મેન ગેટ પાસે આવી અંદર પ્રવેશ કરી પૂછ્યું હતું કે વિજય ભાઈનું મકાન ક્યાં આવ્યું છે તેમ કહી ગળામાં પહેરવાની ચેન અંદાજિત દોઢ તોલાની તોડી નાસી છૂટયા હતા. આ ઘટનાની તમામ દ્રશ્યો નજીકમાં આવેલા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યા હતા. અન્ય એક બનાવમાં જીઆઇડીસીના 500 ક્વોટર્સ વિસ્તારમાં આવેલ ચાઇના સોસાયટીમાં રહેતા નિર્મલાદેવી વિનોદ સિંગ મકાન નંબર 122 માં જેવો પોતાના ઘરના આંગણામાં ખુરશીમાં બેઠા હતા તે દરમિયાન બંને મોટરસાયકલ કોઈ આવી આ જ પ્રમાણે વિજય ભાઈનું મકાન ક્યાં આવ્યું છે તેમ કહી ગળામાં પહેરેલ સોનાનો અછોડો તોડી નાસી છૂટયા હતા આ ઘટનાની જાણ કરતા એમના પુત્ર પાછળ દોડ્યા હતા પરંતુ મોટરસાયકલ સ્પીડમાં જ ભગાડી મુકી હતી. આ ઘટનાની જાણ જીઆઇડીસી વિસ્તારમાં થતાં ભારે મહિલાઓમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે. અલકાપુરી જેવા સોસાયટીમાં રહેતા તમામ ઉદ્યોગકારો સોસાયટી રહેતાં હોવાના કારણે આ ઘટનાથી ભારે આક્રોશ ફેલાયો છે કેવું છે કે જલ્દી પોલીસ ચેન તોડવાવાળાને ઝડપી પાડે તેવી માંગ ઉઠી છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલ તો સામાન્ય ગુનો નોંધી ચેન તોડવો સમય વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આજરોજ સવારે બે અલગ અલગ ચેન તોડવાની ધટના બની.
Advertisement