Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં કોંઢ ગામે આવેલ જવેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, શટર તોડી અપાયો ચોરીને અંજામ, સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોંઢ ગામ ખાતે આવેલ અંબિકા જવેલર્સ નામની દુકાનમાં મળસ્કે સવારે ઇકો કાર લઇ આવેલા અજાણ્યા તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓની ચોરી કરી હોવાનું સામે આવતા ચકચાર મચ્યો હતો.

તસ્કરોએ શટર તોડીને દુકાનમાંથી ઘરેણાં સહિતની વસ્તુઓ ઉપર હાથફેરો કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે તસ્કરોની તમામ કરતૂતો નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ચોરી કરવા આવેલ અજાણ્યા તસ્કરો સામે પોલીસે ફૂટેજની મદદ મેળવી મામલા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ઓરસંગ નદીમાં ગેરકાયદે ખનન થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં..!!

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા ન્યાલકરણ નર્સિંગ કોલેજ દ્વારા ત્રણ રસ્તા સર્કલ પાસે સ્ટ્રીટ પ્લે યોજાયું.

ProudOfGujarat

ગોધરા ખાતે પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!