Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.કે એન્જિનિયરિંગ કંપનીમાં લાખો રૂપિયાનો કોપર વાયરની ચોરી કરી તસ્કરો ફરાર…

Share

ગત રાત્રિના સમય દરમિયાન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી જી.આઈ.ડી.સી. મા આવેલ આર.કે. એન્જિનિયરિંગ કંપનીમાં લાખો રૂપિયાનો લોખંડનો સામાન સહિત કોપર વાયરની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા જેઓ આ કંપનીના પાછળના ભાગમાં આવેલ સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.

અંકલેશ્વરના પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.કે.એન્જીનિયરીંગ કંપનીમાં ગત રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા, બનાવ અંગે મળતી માહીતી અનુસાર, રાત્રિના સમયનો ફાયદો ઉઠાવીને ત્રણથી ચાર તસ્કરો કંપનીના પાછળના ભાગમાં મુકેલ વેલ્ડિંગના મશીન તેમજ વેલ્ડિંગ કેબલ તેમજ કોપરના વાયરો મળીને લગભગ 2,84,000/- ની મત્તાની ચોરી કરી હતી, કંપનીને જાણ થતાં તરત જ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો, ઘટના અંગે તપાસ કરતાં આ બનાવ સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગયો હતો જે અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના ગોરવામાં જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડતી PCB પોલીસ.

ProudOfGujarat

પખાજણ જીઆઈડીસીની ઈન્ડોસ્કેપ કેમિકલ કંપનીમાં કામદારનું પટકાતાં મોત : શ્રમિક બોઈલર વિભાગમાં પેનલ રૂમમાં પતરા લગવાવતી વેળા પતરૂ વળી જતાં પડ્યો

ProudOfGujarat

સુરતના પાંડેસરા ખાતે મકાનમાં વાયરિંગ કરવા ગયેલા યુવકને માર મારવામાં આવ્યો અને પોલીસને સોંપતા તેને એક પોલીસવાળાએ માર મારતા યુવાને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!