Proud of Gujarat
FeaturedGujaratINDIA

20 મિનિટના અંતરમાં રમાઈ રમત : અંકલેશ્વરનું ત્રણ રસ્તા સર્કલ વાહન પાર્કિંગ માટે બન્યું જોખમી.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગતરોજ ત્રણ રસ્તા સર્કલ પાસે પાર્ક કરેલ ગાડીના કાચ તોડીને તસ્કરોએ ચોરી કરી નાસી છૂટ્યા હતા, ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર હવે ખુલ્લેઆમ રસ્તાઓ પર ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, અને અગાઉ પણ કેટલીય વખત આ રીતની ચોરી થઈ રહી છે, ચોરને હવે કોઈનો પોલીસ તંત્રનો જાણે કોઈ પ્રકારનો ખોફ રહ્યો જ નથી.

હવે ખુલ્લેઆમ ભરબજારે પણ ચોરીનો ભય ખૂબ વધી રહ્યો છે. ગતરોજ રાત્રિના સમય દરમિયાન વાહન ચાલક અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે પોતાની ગાડી પાર્ક કરીને ગાડી લોક કરીને કામ અર્થે લગભગ 20 મીનીટ માટે બહાર નીકળ્યો હતો તે સમયનો ફાયદો ઉઠાવીને ગાડીના કાચ ફોડીને તેમાં રહેલ ગાડી ચાલકનો અગત્યનો સામાન ચોરીને તસ્કરો ફરાર થયા હતા, જેમાં ચોર બે લેપટોપ સહિત ગાડી ચાલકના અંગત દસ્તાવેજો લઈને ફરાર થયો હતો, જે અંગે ગાડીના માલિકે અંકલેશ્વર પોલીસને ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ અંકલેશ્વરની આ જ જગ્યા પર ઇનોવા ગાડીમાં દિવસ દરમિયાન ગાડીના કાચ તોડી હજારો રૂપિયાની ચોરી થઈ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની શિક્ષકોનાં સન્માન સાથે ઉજવણી.

ProudOfGujarat

રાજપીપળા કરજણ નદી કિનારે આવેલો રામગઢ અને રાજપીપળાને જોડતો હમણાં જ નવો બનાવેલો પુલ વચ્ચેથી બેસી પડયો !

ProudOfGujarat

ભરૂચ ગમે ત્યારે લોકડાઉન લગાવવામાં આવશે તેવી વહેતી થયેલ અફવા…??? જોકે કોરોનાના વધતા જતા કેસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!