Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાનાં નવા તરીયા ગામે એક યુવતીનાં બે પ્રેમીઓ વચ્ચે ખૂની ખેલ…

Share

ગતરોજ અંકલેશ્વર તાલુકાનાં નવા તરિયા ગામે ખૂની ખેલ રચાયો હતો, જેમાં એક યુવતીના બે પ્રેમીઓ વચ્ચે હથિયારોથી મારામારી કરતાં ખૂની ખેલ રચાયો હતો. બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે એક મિત્રએ બીજાને મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવતીના વર્તમાન પ્રેમી તથા તેના 5 સાથીદારોએ મળી યુવતીના પૂર્વ પ્રેમીને ધારીયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો જેમાં અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર હત્યાનાં બનાવ કે જેમાં લોકો ખુલ્લેઆમ તિક્ષ્ણ હથિયારો લઈને બેફામ બનીને ફરી રહ્યા છે અને જાણે પોલીસનો લોકોને ભય રહયો નથી, તેવો જ એક બનાવ અંકલેશ્વરના નવા તરિયા ગામે બન્યો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર મરનાર સતિષભાઇ અશોકભાઇ વસાવા તથા આરોપી રાકેશભાઈ જેસિંગભાઈ વસાવા બંને વચ્ચે એકાદ વર્ષ પહેલા ગાઢ મિત્રતા હતી, તે દરમિયાન સતિશભાઈને હોસ્પિટલના નર્સ યુવતી સાથે પ્રેમસંબંધ હતો, તે બાદ પણ રાકેશભાઈ પણ યુવતી સાથે પ્રેમસંબંધ રાખતા બંને મિત્રો વચ્ચે અણબનાવ બન્યો હતો જેની રીષ રાખીને રાકેશભાઈ તેના પાંચ થી છ સાથી મિત્રો સાથે મળીને મોઢા પર ફેસ માસ્ક પહેરીને કાવતરું રચ્યું હતું જેમાં સતિષભાઇ પોતાના અંગત કામથી બહાર નિકળયા હતા. તે દરમિયાન નવા તરિયા ગામના પાટિયા પાસે બમ્પર આવતા ગાડી ધીમી પડતાં તમામ માણસો એકસંપ થઈ ભેગા મળીને પોતાનો ઇરાદો પાર પાડવા માટે સતિશભાઈને માથાના ભાગમા અને હાથ પગના ભાગમાં હથિયાર વડે માર માર્યો હતો અને મોઢાના ભાગમાં ધારિયા વડે માર મરીને સતિશભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા, બનાવ અંગે જાણ થતાં અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, જેમાં તપાસ દરમિયાન એફ.એસ.એલ ટીમ દ્વારા ઘટના સ્થળ પર મોકલી અને આગળની તજવીજ હાથ ધરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ભાડભુત બેરેક યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

ગોધરા: શિવજ્યોતિ સોસાયટીમાં મકાનની છતની છાજલી ધસી પડતા મહિલાનુ દબાઈ જતા કરૂણ મોત

ProudOfGujarat

રાજપીપળા શહેરી વિસ્તારની દિન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના અંતર્ગત કોરોના વાયરસનાં ચેપથી રક્ષણ મેળવવા સખી મંડળની ૩૦ જેટલી બહેનો માસ્ક બનાવી આત્મનિર્ભરની સાથે સમાજ સેવા કરી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!