Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય બજારમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી.

Share

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ લીંબડીમાં પેટ્રોલ, ડીઝલ, તેલના ભાવ આસમાને પહોંચ્યા હોય અને આમ આદમીને જીવવું મુશ્કેલ બની ગયું હોય સાથે ગૃહિણીનું બજેટ ખોરવાયું હોય લોકોને જીવન જીવવું દોહ્યલું બની ગયું હોય જેથી કોંગ્રેસ સમિતિ દ્વારા લીંબડી ખત્રી જ્ઞાતિ વાડીમાંથી બેનરો સાથે મોંઘવારી મુદ્દે વિરુધ્ધ વ્યકત કરીને મુખ્ય માર્ગ ઉપર રેલી કાઢી હતી. ત્યારે આ રેલી આંબેડકર બાબા સાહેબ પ્રતિમા સુધી પહોંચેલ અને જોરદાર સુત્રોચાર હાયરે ભાજપ હાય હાય હાયરે મોદી હાય હાય સહિતના સુત્રોચાર ઉચ્ચાર્યા હતા. આ રેલી લીંબડીમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરેલ અને ત્યારે લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિની રેલીમાં સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ચેતનભાઈ ખાચર, અનિલભાઈ સિંગલ કલ્પનાબેન મકવાણા, નટુભા ઝાલા, ખુશાલભાઈ જાદવ, લખધીરસિંહ ઝાલા, રણજીતભાઈ પરાલિયા તેમજ શહેર તથા ગ્રામ્યમાંથી આવેલ કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભારત સામેની પહેલી ત્રણ વન-ડે માટે આફ્રિકાની ટીમ જાહેર કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : cds બિપિન રાવત સહીત અન્ય શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી.

ProudOfGujarat

ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા કુખ્યાત સીકલીગર ગેંગને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!