Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં સકકર પોર મુકામે સહકારી મંડળીને ખેતી માટે સરકાર તરફથી અપાયેલ જગ્યામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલ માટી ખનન અને વૃક્ષ છેદનના કૌભાંડની ઘટના સામે આવી.

Share

અંકલેશ્વર તાલુકા, જીલ્લા ભરૂચ મુકામે આવેલ સર્વે નં.૨૧૫, સરકાર તરફથી નવચેતન પછાત વર્ગ સામુહિક સહકારી મંડળીને ખેતી કરવા અર્થે સરકાર તરફથી અપાયેલ જગ્યા છે.

જ્યાં શરત ભંગ કરી કોઈ પણ પૂર્વ મંજુરી કે ખાણ ખનીજ ખાતા ની પણ પરવાનગી વગર માટી ખોદકામ, રોયલ્ટી વગર વેચાણ કરવાનું અને મોટા પાયે વૃક્ષ છેદન કરાઈ રહ્યું છે, જ્યાં મોટા જુના વૃક્ષો કાપી પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. સદર ખોદકામ રાજકીય વર્ગ ધરવતા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ખેતી માટે સરકારી જગ્યા સહકારી મંડળીને અપાયેલ છે . શરતો મુજબ ખેતી સિવાય અન્ય કાર્ય પૂર્વ મંજુરી સિવાય કરી શકાય એમ નથી. એવી જગ્યામાં કોઈ પણ મંજુરી વગર અને રોયલ્ટી ચૂકવ્યા વગર આ કાર્ય ચાલી રહ્યું છે જેમાં ત્યાં અનેક મોટા વૃક્ષોનું નિકંદન કરાયું છે આમ પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઇ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા આ કાર્ય બાબતે તંત્ર અજાણ છે એ શંકા ફેલાવે છે. અંકલેશ્વર તાલુકામાં માટી ખનનનાં અનેક કાર્યો ગેરકાયદેસર ચાલી રહ્યા છે જ્યાં ખેતીની જગ્યાઓમાં માટીનું વેચાણ થઈ રહ્યું છે. જ્યાં આવું ખોદાણ થાય છે ત્યાં માનવ અને પશુ માટે નુકશાન થાય એ રીતે ખોદણ થાય છે. ચોમાસામાં આવા ખેતી ની જગ્યામાં બનેલ ગેરકાયદેસરના તળાવોમાં પશુઓ ડૂબી જવાના અનેક કિસ્સાઓ બને છે તેમજ ખેતીની જમીનો ઓછી થઈ રહી છે અને તંત્ર આવા કાર્યો સામે કાર્યવાહી ના કરીને શંકા ઉપજાવે છે. આવા કાર્યો મોટે ભાગે રાજકીય વર્ગ ધરાવતા તત્વો દ્વારા અધિકારીઓ સાથેની મિલી-ભગતથી જ થાય છે. ઉપરોક્ત ઘટનાને ઉજાગર કરનાર અંકલેશ્વરના રેહવાસી અને સામાજિક આગેવાન શ્રી અનિલભાઈને પણ એક મોટા રાજકીય આગેવાન દ્વારા ફોન કરીને આ કાર્યથી દુર રેહવા માટે ગર્ભિત ધમકી આપવામાં આવી છે.આ ખોદકામ રાજકીય વર્ગ ધરાવનાર હિરેન પટેલ રેહ. ભરૂચ નાઓ અને ગામના સરપંચ દ્વારા થઈ રહ્યા હોવાનો અને તેને ખાણ-ખનીજ અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના કરાતા કૌભાંડીઓને છુપો આશીર્વાદ હોય એવા આક્ષેપ સાથે નવા બોરભાથા ગામના સામાજિક આગેવાન મુકેશભાઈ લલ્લુભાઈ દ્વારા કમિશ્નર સાહેબ ખાણ-ખનીજ તેમજ કલેકટર સાહેબ ભરૂચને પત્ર દ્વારા ફરિયાદ કરાઈ છે જેમાં આ કૌભાંડમાં શામેલ ખાનગી વ્યક્તિઓ તેમજ શામેલ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

સલીમ પટેલ

Advertisement

Share

Related posts

ધાર્મિક સ્થળો પર ચોરી કરતી ટોળકીને નડિયાદ એલસીબીએ ઝડપી પાડી.

ProudOfGujarat

ભરૂચ : અમેરિકામાં રહેતી નેત્રંગની દીકરીએ ગરીબ વિધવા મહિલાઓને અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

વલસાડ-ગણપતિના ફાળામાં રૂપિયા ન આપતા 4 શખ્સોએ એક યુવકને માર માર્યો-ફાળા માટે 1 હજાર રુપિયાની માંગણી હતી-યુવકે 1 હજારની જગ્યાએ 251 રુપિયા આપવાનુ કહેતા ઉશ્કેરાઈને માર માર્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!